દીવાળી પહેલાં AMC વર્ગ-4 ના કર્મીઓ માટે 7000 રૂપિયાના બોનસની જાહેરાત

દીવાળી પહેલાં AMC વર્ગ-4 ના કર્મીઓ માટે 7000 રૂપિયાના બોનસની જાહેરાત

અમદાવાદ,

16,800 થી વધુ કર્મચારીઓને મળશે લાભ, તિજોરી પર 12 કરોડનો બોજ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે વર્ગ-4 (ક્લાસ-4) ના આશરે 16,800 કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે રૂ. 7,000 નું એડહોક બોનસ ચૂકવવામાં આવશે. આ પાછળ મ્યુનિસિપલ તિજોરી દ્વારા અંદાજે રૂ. 12 કરોડનો કુલ ખર્ચ કરવામાં આવશે.

આ બોનસનો લાભ મેળવવા માટે કર્મચારીઓ માટે કેટલાક માપદંડો અને શરતો નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કર્મચારીએ વર્ષ 2025-26 દરમિયાન ઓછામાં ઓછા સળંગ 6 મહિના સુધી ફરજ બજાવેલી હોવી અનિવાર્ય છે. જ્યારે દૈનિક વેતન કે રોજિંદા દરના કર્મચારીઓ માટે વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 240 દિવસ (અંદાજે 8 મહિના) કામ કર્યું હોવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, પાર્ટ-ટાઇમ કર્મચારીઓ કે જેમને નિયમિત રીતે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ મળે છે તેઓ પણ આ બોનસ મેળવવા માટે પાત્ર ઠરશે.

You may also like

રાજકોટના વકીલોનો કાયમી લોકઅદાલત સામે વિરોધ

રાજકોટના વકીલોનો કાયમી લોકઅદાલત સામે વિરોધ

રાજકોટના વાવડી રોડ પરથી દેશી તમંચો અને ખાલી મેગ્ઝીન સાથે એક ઇસમ ઝડપાયો

રાજકોટના વાવડી રોડ પરથી દેશી તમંચો અને ખાલી મેગ્ઝીન સાથે એક ઇસમ ઝડપાયો

ઈઝરાયલને વાર્ષિક 4 અબજ ડોલરની આર્થિક સહાય બંધ કરતું અમેરિકા

ઈઝરાયલને વાર્ષિક 4 અબજ ડોલરની આર્થિક સહાય બંધ કરતું અમેરિકા

દીવાળી પહેલાં AMC વર્ગ-4 ના કર્મીઓ માટે 7000 રૂપિયાના બોનસની જાહેરાત

દીવાળી પહેલાં AMC વર્ગ-4 ના કર્મીઓ માટે 7000 રૂપિયાના બોનસની જાહેરાત