રાજકોટના વકીલોનો કાયમી લોકઅદાલત સામે વિરોધ Nov 04, 2026 રાજકોટ,ન્યાયિક પ્રક્રિયાના વિરોધમાં હડતાળ પાડવાની ઉચ્ચારી ચીમકીરાજકોટ બાર એસોસિએશન અને સ્થાનિક વકીલો દ્વારા કાયમી લોકઅદાલતના વિરોધમાં ફરી એકવાર આંદોલનનું શંખનાદ ફૂંકવામાં આવ્યું છે. વકીલોની હિતરક્ષા અને તેમના કાર્યોને અસર કરતા નિર્ણયો સામે અસંતોષ વ્યક્ત કરવા માટે રાજકોટ કોર્ટ પરિસરમાં વકીલો મેદાને આવ્યા છે.કાયમી લોકઅદાલતના વિરોધમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં વકીલો દ્વારા સરકાર અને સંબંધિત તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વકીલોનું માનવું છે કે આવા નિર્ણયોથી ન્યાયિક પ્રક્રિયા અને વકીલોના વ્યવસાય પર વિપરીત અસરો પડી રહી છે. જો આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કામકાજથી અલિપ્ત રહીને સંપૂર્ણ હડતાળ પાડવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. Previous Post Next Post