રાજકોટમાં ૨૦૦ ક્ષત્રિયાણીઓએ તલવાર સાથે રમ્યો 'શૌર્ય રાસ' Oct 13, 2026 રાજકોટ,ચાલતી બાઇક અને ખુલ્લી જીપ પર ઊભા રહીને અદ્ભુત તલવારબાજીના કરતબો શહેરમાં રણજીત વિલાસ પેલેસમાં આયોજિત એક વિશેષ સાંસ્કૃતિક અને શૌર્ય કાર્યક્રમમાં આશરે ૨૦૦ જેટલી ક્ષત્રિયાણીઓએ હાથમાં ધારદાર તલવારો સાથે ભવ્ય 'શૌર્ય રાસ' રજૂ કરીને ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ટ્રેડિશનલ રાજપૂતી રાજવાડી પરિધાનમાં સજ્જ વીરાંગનાઓએ ચાલતી બાઇક તેમજ ખુલ્લી જીપના બોનેટ અને છત પર ઊભા રહીને અત્યંત જોખમી અને રોમાંચક તલવારબાજીના કરતબો રજૂ કર્યા હતા. ઢોલના તાલે તલવારો વીંઝીને કરવામાં આવેલા આ શૌર્ય રાસ દ્વારા ભારતના વીરતાપૂર્ણ ઇતિહાસ અને ક્ષત્રિય પરંપરાના ગૌરવને પુનઃજીવિત કરવામાં આવ્યું હતું. આ નયનરમ્ય અને હિંમતભર્યા પ્રદર્શનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તાળીઓના ગડગડાટથી રાજપૂતાણીઓના વીરતાપૂર્ણ સાહસને બિરદાવ્યું હતું. Previous Post Next Post