ટ્રમ્પને જીતાડવા મસ્કે તિજોરીના દ્વાર ખોલ્યા; ઘરે-ઘરે જઈ પ્રચાર કરવાની આક્રમક રણનીતિ Oct 13, 2026 નવી દિલ્હી,રિપબ્લિકન પાર્ટી પાછળ રુ. ૨૬૦૦ કરોડનું આંધણ કરશેપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીને વિજયી બનાવવા માટે મસ્કે પોતાના પોલિટિકલ એક્શન કમિટીના માધ્યમથી ૨,૬૦૦ કરોડ રૂપિયા ($૩૦૦ મિલિયનથી વધુ) નો જંગી ખર્ચ કરી પાણીની જેમ પૈસા વહાવ્યા છે. ઇલોન મસ્કે પરંપરાગત ટીવી કે ડિજિટલ જાહેરાતોને બદલે ઘરે-ઘરે જઈને મતદારોનો સંપર્ક કરવાની અનોખી અને આક્રમક રણનીતિ અપનાવી છે. આ માટે હજારો ગ્રાઉન્ડ વર્કર્સ અને કાર્યકરોની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેઓ મહત્વના સ્વિંગ સ્ટેટ્સ (સ્વિંગ રાજ્યો)માં મતદારોને રિપબ્લિકન પાર્ટીના સમર્થનમાં મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે. અમેરિકી ચૂંટણી ઇતિહાસમાં કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ ચોક્કસ રાજકીય પક્ષને જીતાડવા માટે કરવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક અને વ્યુહાત્મક ટેકો ગણાઈ રહ્યો છે. Previous Post Next Post