પશ્ચિમ બંગાળમાં બે મહિનામાં ચર્ચો પર 22 હુમલા Sep 18, 2026 કોલકત્તા,પ્રાર્થના સભાઓમાં તોડફોડ અને પાસ્ટરો પર હુમલા: ચર્ચ બંધ કરી ઓનલાઈન પ્રાર્થના કરવા દબાણપશ્ચિમ બંગાળમાં છેલ્લા માત્ર બે જ મહિનાની અંદર ચર્ચો અને ખ્રિસ્તી પ્રાર્થના સભાઓને નિશાન બનાવીને અંદાજે 22 જેટલા હુમલાની ઘટનાઓ નોંધાઈ છે. આ સ્થિતિને કારણે રાજ્યના ખ્રિસ્તી સમુદાયમાં ભારે ડર અને અસલામતીની ભાવના ફેલાઈ ગઈ છે. બંગાળના વિવિધ જિલ્લાઓ જેવા કે હાવડા, પૂર્વ બર્ધમાન, પૂર્વ મેદિનીપુર, ઉત્તર અને દક્ષિણ 24 પરગણામાંથી ખ્રિસ્તી ધાર્મિક આયોજનો અને ચર્ચો પર હુમલાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, અનેક સ્થળોએ ઉશ્કેરાયેલી ભીડે સભા સ્થાનોમાં ઘૂસીને તોડફોડ કરી છે, બાઈબલ અને ધાર્મિક પુસ્તકોને નુકસાન પહોંચાડ્યું છે તેમજ ચર્ચની અંદરના સાઉન્ડ સિસ્ટમ, ફર્નિચર અને અન્ય સામાનને ક્ષતિગ્રસ્ત કર્યો છે.સૌથી ચિંતાજનક બાબત એ છે કે હુમલાખોરો દ્વારા પાસ્ટરો (ધર્મગુરુઓ) અને પ્રાર્થના કરવા માટે એકઠા થયેલા શ્રદ્ધાળુઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. અનેક જગ્યાએ પાસ્ટરોને અપશબ્દો કહીને મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો છે. એક ઘટનામાં તો પાસ્ટરને અપહરણ કરી ધાકધમકી આપીને બળજબરીપૂર્વક લેખિતમાં લેવડાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત, હુમલાખોરો દ્વારા સ્થાનિક સ્તરે ધાર્મિક પ્રવૃત્તિઓ બંધ કરવા અને ચર્ચમાં ભેગા થવાને બદલે માત્ર ઓનલાઈન પ્રાર્થના કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.આ અતિ સંવેદનશીલ ઘટનાઓ અંગે બંગાળ ક્રિશ્ચિયન કાઉન્સિલ (BCP) અને વિવિધ સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે. સંગઠનોનું કહેવું છે કે વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રાર્થના સભાઓ પરના હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. હાલમાં આ મામલે પીડિતો દ્વારા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. Previous Post Next Post