ઉત્તરાખંડમાં હિમવર્ષાથી કડકડતી ઠંડી, બિહારમાં પૂરથી 50 લાખ લોકો પ્રભાવિત

ઉત્તરાખંડમાં હિમવર્ષાથી કડકડતી ઠંડી, બિહારમાં પૂરથી 50 લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હી ,

કેદારનાથમાં તાપમાન માઈનસ 2°C પહોંચ્યું; મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ-આંધીનો દોર

દેશના વિવિધ રાજ્યોમાં હવામાને અચાનક પલટો લીધો છે, જેના કારણે ઉત્તર ભારતથી લઈને મધ્ય અને પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થતાં ઠંડીનું જોર વધ્યું છે, જ્યારે બીજી બાજુ બિહારમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ઉત્તરાખંડના વિખ્યાત ધામ કેદારનાથ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા નોંધાઈ છે. આ હિમવર્ષાના કારણે કેદારનાથમાં તાપમાન ગગડીને સીધું માઈનસ 2 ડિગ્રી સેલ્સિયસ (-2°C) સુધી પહોંચી ગયું છે, જેનાથી ઠંડીનો ચમકારા વધી ગયો છે અને ચારધામ યાત્રા તેમજ સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

મધ્ય પ્રદેશના ભોપાલ અને સિહોર સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ બેમોસમી વરસાદ પાક માટે ચિંતાનો વિષય બન્યો છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશમાં પણ તેઝ આંધી અને તોફાની પવનો ફૂંકાયા હોવાના અહેવાલ છે, જેના કારણે અનેક સ્થળોએ નુકસાનનીશંકા સેવાઈ રહી છે.

પૂર્વ ભારતના રાજ્ય બિહારમાં સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. ભારે પાણીની આવક અને પૂરના કારણે રાજ્યના લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, બિહારમાં પૂરના કારણે અંદાજે 50 લાખ લોકો પ્રભાવિત થયા છે. પ્રભાવિત વિસ્તારોમાં તંત્ર દ્વારા રાહત સામગ્રી વિતરણ અને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન