રાજકોટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવતા ૨૪૯ ધંધાર્થીઓ દંડાયા Oct 03, 2026 રાજકોટ,મનપાની લાલઆંખ: ૧.૪૦ લાખનો દંડ વસૂલાયોશહેરના વિવિધ વિસ્તારોમાં મનપા તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા તથા જાહેરમાં ગંદકી ફેલાવનારા વેપારીઓ અને ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ સઘન ચેકિંગ અભિયાન દરમિયાન કુલ ૨૪૯ જેટલા ધંધાર્થીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.શહેરમાં સ્વચ્છતા જાળવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધને સખ્તાઈથી લાગુ કરવા માટે મનપાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ડ્રાઈવ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ ૨૪૯ ધંધાર્થીઓ પાસેથી કુલ રૂપિયા ૧.૪૦ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. તંત્રની આ લાલઆંખથી વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન કાર્યવાહી જારી રહેવાની તાકીદ કરવામાં આવી છે. Previous Post Next Post