શંકરસિંહ ત્રણ દિવસમાં માફી ન માંગે તો 'વસંત વગડો' કૂચ કરવાની બ્રહ્મ સમાજની ચીમકી Oct 03, 2026 રાજકોટ,બાપુના વિવાદિત નિવેદનથી અન્ય સમાજોમાં પણ ભારે રોષશંકરસિંહ વાઘેલાના આદિવાસી સંમેલન દરમિયાન આપવામાં આવેલા 'મેલું ઉપાડવા' અંગેના વિવાદાસ્પદ નિવેદનને લઈને બ્રહ્મ સમાજમાં અત્યંત રોષ જોવા મળી રહ્યો છે. આ નિવેદન સામે લાલઘૂમ થયેલા બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને કન્વીનર યજ્ઞેશ જોશી સહિતના આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રી સામે સખત શબ્દોમાં વિરોધ પ્રદર્શિત કર્યો છે. બ્રહ્મ સમાજે આક્રમક વલણ અપનાવતા ચીમકી ઉચ્ચારી છે કે, જો શંકરસિંહ વાઘેલા આગામી 3 દિવસની અંદર પોતાના આ નિવેદન બદલ જાહેરમાં માફી નહીં માંગે, તો સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધીનગર ખાતે આવેલા તેમના નિવાસસ્થાન 'વસંત વગડો' તરફ કૂચ કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રીના આ પ્રકારના નિવેદનને કારણે રાજ્યભરમાં વિવિધ સમાજોમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે અને આગામી દિવસોમાં આ મામલે રાજકીય ગરમાવો વધવાના પૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. Previous Post Next Post