એર ઇન્ડિયા એક્સપ્રેસના પાઇલટ સહિત 8 ક્રૂ મેમ્બર 3 મહિના માટે સસ્પેન્ડ

એર ઇન્ડિયા એક્સપ્રેસના પાઇલટ સહિત 8 ક્રૂ મેમ્બર 3 મહિના માટે સસ્પેન્ડ

નવી દિલ્હી,

લેન્ડિંગ બાદ બે કલાકમાં અલ્કોહોલ ટેસ્ટ કરાવવાના નિયમ છતાં 35 મિનિટ મોડા પડતા કાર્યવાહી

એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા નિયત સમયમર્યાદામાં પોસ્ટ-ફ્લાઇટ બ્રેથ એનાલાઇઝર (અલ્કોહોલ) ટેસ્ટ ન કરાવવા બદલ એરલાઇનના ચાર પાઇલટ અને ચાર કેબિન ક્રૂ સહિત કુલ 8 સભ્યોને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના ગત 2 ઓગસ્ટ 2026ની છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ AX-192 દુબઈથી ઉડાન ભરીને સવારે 9:50 વાગ્યે અમૃતસરના ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના નિર્ધારિત નિયમો મુજબ, આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન કરતા ક્રૂ મેમ્બરોએ ભારતમાં લેન્ડિંગ કર્યા બાદ ફરજિયાતપણે બે કલાકની અંદર પોતાનો પોસ્ટ-ફ્લાઇટ બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરાવવાનો રહે છે.

આ ફ્લાઇટ સાથે સંકળાયેલા આઠેય ક્રૂ મેમ્બર્સ નિર્ધારિત બે કલાકના સમયગાળામાં ટેસ્ટિંગ માટે ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેઓ ફ્લાઇટ લેન્ડ થયાના બે કલાક અને 35 મિનિટ પછી બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ માટે પહોંચ્યા હતા. આમ, નિર્ધારિત સમય કરતાં 35 મિનિટનો સ્પષ્ટ વિલંબ થતાં ડીજીસીએ અને એરલાઇનના સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન થયું હતું. એરલાઇન ઓથોરિટીએ આ શિસ્તભંગના મામલાને અત્યંત ગંભીરતાથી લઈને જવાબદાર 4 પાઇલટ અને 4 કેબિન ક્રૂ સામે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરી તેમને 3 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે.

You may also like

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ