પાકિસ્તાન કંગાળ: રાત્રે 9 વાગ્યે બજારો બંધ, લગ્નોમાં માત્ર એક જ વાનગી પીરસવાનો આદેશ

પાકિસ્તાન કંગાળ: રાત્રે 9 વાગ્યે બજારો બંધ, લગ્નોમાં માત્ર એક જ વાનગી પીરસવાનો આદેશ

નવી દિલ્હી,

પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક અને ઈંધણ સંકટનો સામનો કરી રહ્યો છે, જેના કારણે દેશમાં લોકડાઉન જેવા કડક નિયમો અને કટોકટી જેવા પગલાં લાગુ કરવામાં આવ્યા છે. સરકારી ખર્ચ ઘટાડવા અને ઊર્જા સંરક્ષણ માટે કેબિનેટ ડિવિઝન દ્વારા તાત્કાલિક અસરથી નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. વધતા તેલ અને ઈંધણના સંકટને પહોંચી વળવા માટે સરકારે તમામ બજારો, દુકાનો, શોપિંગ મોલ્સ અને જનરલ સ્ટોર્સ રાત્રે 9 વાગ્યા સુધીમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, મેરેજ હોલ અથવા લગ્ન સમારોહ રાત્રે 10 વાગ્યા સુધી અને રેસ્ટોરાં તથા કેફે રાત્રે 11 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. જો કે, ફાર્મસી, હોસ્પિટલો, મેડિકલ લેબોરેટરીઝ અને આવશ્યક સેવાઓને આ સમયમર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. પાકિસ્તાન સરકારે લગ્ન અને તે સંબંધિત તમામ સમારોહમાં મહેમાનો માટે માત્ર એક જ વાનગી (સિંગલ ડિશ) પીરસવાનો નિયમ ફરજિયાત બનાવ્યો છે.

 આ સાથે જ, સરકારી વાહનોના ઈંધણના કોટામાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, તમામ પ્રકારની નવી સરકારી વાહનોની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ અધિકારીઓના વિદેશ પ્રવાસો અને સત્તાવાર ભોજન સમારોહ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

You may also like

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ