સુદાનમાં સાત દિવસમાં બે વાર સોનાની ખાણ ધસી પડતા 93 લોકોના મોત Sep 21, 2026 નવી દિલ્હી,રવિવારે ફરીવાર સર્જાયેલી દુર્ઘટનામાં 11 શ્રમિકોના મોત, 30થી વધુ ઘાયલસુદાનમાં ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાઈ છે. બે રવિવારો એટલે કે સાત દિવસમાં બે વખત અહીં સોનાની ખાણ ધસી પડવાની ઘટના બનતા 93 જેટલા લોકોના મોતના અહેવાલ છે. જ્યારે અસંખ્ય શ્રમિકો કાટમાળમાં દટાઈ ગયાની માહિતી સામે આવી છે.ગઇકાલે રવિવારે સુદાનના પૂર્વમાં એક વિસ્તારમાં આવેલી ખાણમાં અચાનક શાફ્ટ ધસી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 11 શ્રમિકોના મોત નીપજ્યા જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હજુ પણ ઘણા શ્રમિકો કાટમાળમાં દટાયેલા છે અને રેસ્ક્યૂ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. એક અધિકારીએ આ ઘટના અને રેસ્ક્યૂ ઓપરેશનની પુષ્ટી કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત રવિવારે એટલે કે સાત દિવસ અગાઉ પણ આ રીતે જ સોનાની ખાણ ધસી પડતાં 82 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ વિસ્તાર પેરામિલિટ્રી રેપિડ સપોર્ટ ફોર્સના નેતૃત્વ હેઠળ આવે છે જે છેલ્લા ત્રણ વર્ષોથી સુદાની સેના સામે યુદ્ધ લડી રહી છે. Previous Post Next Post