દેવગઢબારિયામાં ભાજપ ધારાસભ્ય બચુ ખાબડના બંગલાની સફાઈ માટે ફાયર ફાઈટર બોલાવાયું

દેવગઢબારિયામાં ભાજપ ધારાસભ્ય બચુ ખાબડના બંગલાની સફાઈ માટે ફાયર ફાઈટર બોલાવાયું

દાહોદ,

પૂર્વ મંત્રીના બંગલાનો વીડિયો વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો


દાહોદના દેવગઢબારિયાના ભાજપના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી બચુ ખાબડના નિવાસસ્થાને સફાઈ કામગીરી માટે નગરપાલિકાનું સરકારી ફાયર ફાઈટર પહોંચ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આગ બુઝાવવા કે કોઈ ઈમરજન્સી સેવા માટે નહીં, પરંતુ ધારાસભ્ય બચુ ખાબડના બંગલાને ચમકાવવા અને તેની સફાઈ કરવા માટે સરકારી ગાડીનો બેરોકટોક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા તેમજ રોષ જોવા મળી રહ્યો છે.

સત્તાના નશામાં ચૂર થઈને લોકસેવકો દ્વારા સરકારી મિલકતો અને તંત્રનો આ પ્રકારે અંગત કામો માટે દુરુપયોગ થવાને કારણે સામાન્ય જનતામાં ભારે નારાજગી ફેલાઈ છે. આ મામલે હવે સ્થાનિક તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે કયા પ્રકારના પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

You may also like

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

પોરબંદરમાં શન્ટિંગ દરમિયાન શાલીમાર એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતર્યા

પોરબંદરમાં શન્ટિંગ દરમિયાન શાલીમાર એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતર્યા