આશીર્વાદના દીવા પ્રગટાવ્યા પણ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પર દોઢ વર્ષથી અંધારા Oct 05, 2026 રાજકોટ,જબ્બર લાઈટ ટાવર શોભાના ગાંઠિયા સમાન; મુસાફરો અને વાહનચાલકોને હાલાકીતાજેતરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરની સાથે રાજકોટમાં પણ આશીર્વાદના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા પણ રાજકોટ શહેરના પ્રવેશ દ્વાર સમાન ગ્રીનલેન્ડ ચોકડી ખાતે તંત્રની ઉદાસીનતાના કારણે છેલ્લા દોઢ વર્ષથી ભયજનક અંધારપટ છવાયેલો છે. રંગીલા રાજકોટમાં આવતા મુસાફરો અને નાગરિકોનું સ્વાગત અંધારામાં થઈ રહ્યું છે. ગ્રીનલેન્ડ ચોકડી પર મોટા અને ઊંચા લાઈટ ટાવરો લગાવેલા હોવા છતાં, છેલ્લા દોઢ વર્ષથી આ લાઈટો ચાલુ કરવામાં આવી નથી. સાંજ પડતાં જ આખો ચોક ગાઢ અંધારામાં ફેરવાઈ જાય છે, જેના કારણે રાજકોટમાં પ્રવેશતા જ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને બસ પકડવા કે મુસાફરી કરવા માટે આવતા મુસાફરોને લાઈટ વિના જ અસુરક્ષિત માહોલમાં પસાર થવું પડે છે.સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કે, જો આ પ્રકારે મુખ્ય ચોકડીઓ પર જ લાંબા સમય સુધી અંધારું રહેશે તો રાજકોટની પ્રતિષ્ઠા પર પણ સવાલિયા નિશાન ઊભા થશે. તંત્ર દ્વારા માત્ર વિકાસના દાવા અને કામ કર્યાના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. Previous Post Next Post