ઓપરેશન ગંગાજળનો સપાટો: બે વરિષ્ઠ GAS અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત

ઓપરેશન ગંગાજળનો સપાટો: બે વરિષ્ઠ GAS અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત

ગાંધીનગર,

જોઈન્ટ કમિશનર ડી.આઈ. ભગલાણી અને એમ.ડી. જે.એમ. તુવર પર એક્શન

રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત વધુ એક કડક અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા લેવાયેલા આ પગલાં હેઠળ ગુજરાત વહીવટી સેવાના બે વરિષ્ઠ સિનિયર સ્કેલ અધિકારીઓને જાહેર હિતમાં સમય પૂર્વે જ ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.

આ કાર્યવાહીના ભાગરૂપે ગાંધીનગર ખાતે જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા ડી.આઈ. ભગલાણી અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત જે.એમ. તુવરને તાત્કાલિક અસરથી ઘરભેગા કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા નિયુક્ત ઉચ્ચ અધિકારીઓની સમિતિ દ્વારા ઉપરોક્ત અધિકારીઓના રેકોર્ડ, ગુપ્ત અહેવાલો અને કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ આ આકરો નિર્ણય લેવાયો છે.

You may also like

ગાંધીનગર સચિવાલયની ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટોનો ધૂમ વપરાશ

ગાંધીનગર સચિવાલયની ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટોનો ધૂમ વપરાશ

અમદાવાદમાં નર્મદાની આવક સામે દૈનિક વપરાશ વધતાં પાણી કાપની આશંકાથી ચિંતા

અમદાવાદમાં નર્મદાની આવક સામે દૈનિક વપરાશ વધતાં પાણી કાપની આશંકાથી ચિંતા

નેતન્યાહુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઈરાન પર ભીષણ હુમલો કરવાની ફિરાકમાં હતા

નેતન્યાહુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઈરાન પર ભીષણ હુમલો કરવાની ફિરાકમાં હતા

પેટ્રોલ-ડીઝલ સહિતની પાંચ મહત્વની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવવાના એંધાણ

પેટ્રોલ-ડીઝલ સહિતની પાંચ મહત્વની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવવાના એંધાણ