રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટ્રકમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટ્રકમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

રાજકોટ,

પુનાથી અન્ય માલસામાનની હેરાફેરી સાથે દારૂની ખેપ પણ મારી

રાજ્યમાં પ્રોહિબિશનની કડક અમલવારી વચ્ચે રાજકોટ ડીસીબી (DCB) પોલીસે બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર સફળ દરોડો પાડીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પુનાથી માલસામાનનો ફેરો કરી પરત ફરી રહેલા ટ્રકચાલક દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંજામ આપવામાં આવી રહી હતી, જેને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામનો રહેવાસી ભાવેશ ઉર્ફ ધવલ પૂનાથી ટ્રકનો ફેરો કરીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તે પોતાના ટ્રકમાં છુપાવીને મોટા પ્રમાણમાં દારૂ અને બીયરનો જથ્થો ભરીને રાજકોટ તરફ આવી રહ્યો હોવાની બાતમી રાજકોટ ડીસીબી પોલીસ મથકના સ્ટાફને મળી હતી.

આ ચોક્કસ બાતમીના આધારે ડીસીબીના સમીરભાઇ શેખ, દીપકભાઇ ડાંગર અને મુકેશભાઇ સબાડ સહિતની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રકને અટકાવીને તલાશી લીધી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂ. ૩૪,૦૦૦ ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો તેમજ ગુનામાં વપરાયેલ આશરે રૂ. ૨૦ લાખની કિંમતનો ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા શખ્સે આ જથ્થો ક્યાંથી અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

You may also like

ડિજિટલ ફ્રોડમાં બેંકો જવાબદાર ઠરે તો પીડિતોને  વળતર જરૂરી: સુપ્રીમ કોર્ટની લાલઆંખ

ડિજિટલ ફ્રોડમાં બેંકો જવાબદાર ઠરે તો પીડિતોને વળતર જરૂરી: સુપ્રીમ કોર્ટની લાલઆંખ

અમદાવાદમાં 42 મહિનામાં 570 કરોડના ખર્ચે 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર બનશે

અમદાવાદમાં 42 મહિનામાં 570 કરોડના ખર્ચે 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર બનશે

ભુતાનમાં ગ્લેશિયર ફાટતાં ભારતમાં પૂરનું જોખમ: સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ

ભુતાનમાં ગ્લેશિયર ફાટતાં ભારતમાં પૂરનું જોખમ: સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ

કેદારનાથ યાત્રા બાદ વિવાદ: સારા અલી ખાન સામે ધાર્મિક ફતવો

કેદારનાથ યાત્રા બાદ વિવાદ: સારા અલી ખાન સામે ધાર્મિક ફતવો