રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના ૧૦ કોર્પોરેટરોના ૨૩ સવાલો ગાજશે Sep 18, 2026 રાજકોટ,વોર્ડ નં. પાંચના ભાજપના કોર્પોરેટર સંજય ચાવડાના આવાસ યોજનાના પ્રશ્નથી થશે કાર્યવાહીનો પ્રારંભરાજકોટ મહાનગરપાલિકાનું આગામી જનરલ બોર્ડ ભારે ચર્ચાસ્પદ અને તોફાની બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મનપાના આવતીકાલના જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જનહિત અને વિકાસના વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, બોર્ડની આ બેઠકમાં કુલ ૧૦ કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવેલા ૨૩ જેટલા સવાલોથી સદન ગાજી ઉઠશે તેવી પૂરી સંભાવના છે.આ પ્રશ્નોતરીમાં સત્તાધારી પક્ષ ભાજપના ૭ કોર્પોરેટરો દ્વારા કુલ ૧૫ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે વિપક્ષી કોંગ્રેસ પક્ષના ૩ કોર્પોરેટરો દ્વારા ૮ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ પ્રશ્નોના માધ્યમથી શાસકો અને અધિકારીઓ સમક્ષ વિવિધ વોર્ડના પ્રશ્નો અને પડતર સમસ્યાઓ અંગે રજૂઆતો થશે.સત્તાધારી ભાજપના ૭ કોર્પોરેટરોના ૧૫ અને વિપક્ષ કોંગ્રેસના ૩ કોર્પોરેટરોના ૮ પ્રશ્નો રજૂ થશેબોર્ડની કાર્યવાહીના પ્રારંભ અંગે વાત કરીએ તો, સદનની બેઠક શરૂ થતાં જ સૌથી પહેલાં વોર્ડ નંબર ૫ ના ભાજપના કોર્પોરેટર સંજયભાઈ ચાવડા દ્વારા આવાસ યોજના (હાઉસિંગ) ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નથી ચર્ચાનો આરંભ કરવામાં આવશે. આવાસ યોજનાના પ્રશ્નથી શરૂ થનારી આ ચર્ચા અન્ય સ્થાનિક પ્રશ્નો તરફ આગળ વધશે, જેને લઈને બેઠક દરમિયાન તીખી ચર્ચાઓ થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. Previous Post Next Post