આધારમાં નામ સુધારવા માટે હવે આપવું પડશે અલગ એફિડેવિટ Oct 05, 2026 નવી દિલ્હી,લગ્ન કે ડેટા એન્ટ્રી ભૂલ માટે નવા માર્ગદર્શક સિદ્ધાંતો જાહેરભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ દ્વારા આધાર કાર્ડમાં નામ અપડેટ કરવા અને તેમાં સુધારા કરવા માટે એક નવું અને સખત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર, હવે નાગરિકો માટે આધાર કાર્ડમાં નામની ભૂલ સુધારવા, સરનેમ બદલવા અથવા 'ઉર્ફ' હટાવવા જેવી બાબતો માટે અલગ-અલગ પ્રક્રિયા અને દસ્તાવેજો ફરજિયાત કરવામાં આવ્યા છે.જો ડેટા એન્ટ્રીની ભૂલને કારણે નામ ખોટું નોંધાયું હોય અને અગાઉના દસ્તાવેજોમાં સાચું નામ હોય, તો પુખ્ત વયના લોકોએ 'અનુબંધ-બી' અને સગીરોએ 'અનુબંધ-સી' મુજબનું શપથપત્ર રજૂ કરવું પડશે. આ ઉપરાંત, લગ્ન કે છૂટાછેડા પછી સરનેમ બદલવા માટે 'અનુબંધ-ડી' શપથપત્ર આપવું અનિવાર્ય છે. જ્યારે નામમાંથી 'ઉર્ફ' હટાવવા માટે પુખ્તો માટે 'અનુબંધ-ઇ' અને સગીરો માટે 'અનુબંધ-એફ' શપથપત્રની જોગવાઈ કરાઈ છે. જો નામમાં મોટા ફેરફારો કરવાના હોય, તો સરકારના ગેઝેટ નોટિફિકેશનને પણ આવશ્યક ઠેરવવામાં આવ્યું છે. Previous Post Next Post