સુપર અલ નીનોનો ખતરો: 5 મહિનામાં 3.5 લાખથી વધુ મોતોની આશંકા

સુપર અલ નીનોનો ખતરો: 5 મહિનામાં 3.5 લાખથી વધુ મોતોની આશંકા

નવી દિલ્હી,

ભારત અને નાઇજીરિયા જેવા દેશો પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો

'ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ' દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ, આગામી ઓક્ટોબરથી માર્ચ 2027 સુધીના પાંચ મહિનાના સમયગાળા દરમિયાન અતિશય ગરમી અને આબોહવાકીય પરિવર્તનને કારણે વૈશ્વિક સ્તરે 3,73,000 થી વધુ લોકો જીવ ગુમાવી શકે છે.

પેસિફિક મહાસાગરના 'નીનો 3.4' ક્ષેત્રમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં આશરે 3.4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે, જે ગ્લોબલ વોર્મિંગ અને આફતોને આમંત્રણ આપી રહ્યું છે. આ જીવલેણ આફતમાં ભારત પણ ગંભીર જોખમ હેઠળ છે, જ્યાં અંદાજે 55,200 થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નાઇજીરિયા બાદ ભારત આ યાદીમાં બીજા ક્રમે છે. આ રિપોર્ટનો હેતુ વિવિધ દેશોની સરકારોને અગાઉથી જ સતર્ક કરીને સમયસર યોગ્ય પગલાં લેવા માટે સચેત કરવાનો છે.

You may also like

પોરબંદરમાં શન્ટિંગ દરમિયાન શાલીમાર એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતર્યા

પોરબંદરમાં શન્ટિંગ દરમિયાન શાલીમાર એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતર્યા

નવેમ્બરથીરાંધણગેસ અને પાઇપ ગેસના નિયમોમાં ધરખમ ફેરફાર

નવેમ્બરથીરાંધણગેસ અને પાઇપ ગેસના નિયમોમાં ધરખમ ફેરફાર

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવા ભરતી માટે નવી સમિતિની રચના

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવા ભરતી માટે નવી સમિતિની રચના

UPમાં હિંસક પ્રદર્શનોમાં સંડોવણી હશે તો સરકારી નોકરી મળવી મુશ્કેલ

UPમાં હિંસક પ્રદર્શનોમાં સંડોવણી હશે તો સરકારી નોકરી મળવી મુશ્કેલ