પેન્ડિંગ કોર્ટ કેસમાં દેશમાં અમદાવાદ ચોથા સ્થાને Oct 29, 2026 અમદાવાદ,કેન્દ્રીય મંત્રાલય અને જીએનએલયુ દ્વારા ન્યાયિક વિલંબના કારણોની તપાસ કરાશેદેશભરની જિલ્લા અદાલતોમાં કેસોની બાકી પેન્ડન્સી મામલે અમદાવાદ આશરે 3.6 લાખ પડતર કેસો સાથે દેશમાં ચોથા ક્રમે આવે છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા હોટસ્પોટ તરીકે ઓળખાવવામાં આવેલા દેશના 100 ન્યાયિક જિલ્લાઓમાં સુરત પણ આશરે 1.3 લાખ પડતર કેસો સાથે 80મા ક્રમે રહીને ગુજરાતનો બીજો જિલ્લો બન્યો છે.મંત્રાલયની સૂચના અનુસાર, અદાલતોમાં પેન્ડન્સી ઘટાડવાના રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અમદાવાદ અને સુરત જિલ્લા અદાલતો સાથે મળીને ન્યાયિક વિલંબ અને પેન્ડન્સીના ગ્રાઉન્ડ લેવલના કારણોનું વિશ્લેષણ કરશે. ઉલ્લેખનીય છે કે દેશભરની અદાલતોમાં 5.8 કરોડથી વધુ કેસો પડતર છે, જેમાં કાયદા રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ સહિતના અધિકારીઓએ આ મામલે વિશેષ ચર્ચા કરી છે. Previous Post Next Post