રાજકોટમાં વ્યાજ માફીના ઠરાવને લઈને વહીવટી અને ચૂંટાયેલી પાંખ આમને-સામને

રાજકોટમાં વ્યાજ માફીના ઠરાવને લઈને વહીવટી અને ચૂંટાયેલી પાંખ આમને-સામને

રાજકોટ,

આંતરિક ખટરાગ ચરમસીમાએ; કરદાતાઓમાં મૂંઝવણ

રાજકોટ મહાનગરપાલિકામાં મિલકત વેરાના બાકી વ્યાજ માફી મુદ્દે અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટ ઠરાવ કરવામાં આવ્યો હતો કે કરદાતાઓ પાસેથી મુદ્દલ રકમથી વધુ વ્યાજ વસૂલવામાં આવશે નહીં, પરંતુ વહીવટી પાંખ દ્વારા આ ઠરાવનો અમલ અધ્ધરતાલ રાખવામાં આવતા રાજકોટના સેંકડો કરદાતાઓમાં ભારે મૂંઝવણ અને રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટ શહેરમાં યોજનાની મુદત પૂર્ણ થઈ જવા છતાં વ્યાજ માફી અંગેની નીતિ અને ઠરાવના અમલીકરણ બાબતે વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલના અભાવે આંતરિક વિસંવાદિતા ખુલ્લીને સામે આવી છે. ચૂંટાયેલી પાંખ દ્વારા નાગરિકોને રાહત આપવા માટે કરેલી જાહેરાતો અને પ્રસારિત કરાયેલા ઠરાવો પર અધિકારીઓ દ્વારા સમયસર અમલ ન કરાતા સામાન્ય જનતા હેરાનપરેશાન થઈ રહી છે. આગામી દિવસોમાં આ મામલે રાજકીય ગરમાવો વધવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે વેરા વસૂલાત અને વ્યાજ માફીને લઈને મનપાના સત્તાધીશો અને વહીવટી તંત્ર સામસામે આવી ગયા છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન