રાજકોટ RTOએ હાઈ-પાવર LED લાઈટ્સના 357 કેસ કરી 3.75 લાખનો દંડ વસૂલ્યો

રાજકોટ RTOએ હાઈ-પાવર LED લાઈટ્સના 357 કેસ કરી 3.75 લાખનો દંડ વસૂલ્યો

રાજકોટ,
 
નિયમ વિરુદ્ધની લાઈટો વાપરતા વાહનચાલકો પર તંત્રનો સપાટો

વાહનો પર આંખો અંજાઈ જાય તેવી હાઈ-ઇન્ટેન્સિટી અને અનધિકૃત વ્હાઇટ એલઈડી લાઈટો લગાવવાના વધી રહેલા ક્રેઝ સામે રાજકોટ આરટીઓ દ્વારા વ્યાપક અને કડક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સપ્ટેમ્બર માસમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે કડક કાર્યવાહી કરીને કુલ ૩૫૭ જેટલા કેસ નોંધવામાં આવ્યા છે અને કુલ રૂ. ૩.૫૭ લાખનો માતબર દંડ વસૂલવામાં આવ્યો છે. રોડ સેફ્ટી નિષ્ણાતોના મતે, ગાડીઓમાં કંપની ફિટ્ડ સિસ્ટમ સિવાયની વધુ તીવ્રતાવાળી કે મોડિફાઈડ એલઈડી લાઈટો અથવા હાઈ-બીમ લાઈટો સામેથી આવતા વાહનચાલકોની આંખોમાં સીધો તીવ્ર પ્રકાશ ફેંકે છે, જેના કારણે થોડી ક્ષણો માટે રસ્તો દેખાતો બંધ થઈ જાય છે અને ગંભીર માર્ગ અકસ્માતો સર્જાવવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે. 

તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારના ગેરકાયદે મોડિફિકેશન સામે ઝુંબેશ ચાલુ રહેશે અને કાયદો તોડનારાઓ સામે વધુ સખત પગલાં લેવામાં આવશે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન