નંદીગ્રામ બાદ રેજીનગરના ટીએમસી ઉમેદવારે પણ નામ પાછું ખેંચ્યું

નંદીગ્રામ બાદ રેજીનગરના ટીએમસી ઉમેદવારે પણ નામ પાછું ખેંચ્યું

કોલકાતા,

રબીુલ આલમ ચૌધરીએ પીછેહઠ કરતા મમતા બેનર્જીની પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ

પશ્ચિમ બંગાળમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેર્નજીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નંદીગ્રામ બેઠક બાદ હવે રેજીનગર બેઠકના ઉમેદવારે પણ ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે.

રેજીનગર બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર તરીકે રબીુલ આલમ ચૌધરી મેદાને ઉતર્યા હતા, પરંતુ તેમણે અચાનક જ પોતાની ઉમેદવારી એમ કહી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી છે કે, નવા મળેલા ચિન્હ સાથે ટૂંકા સમયમાં મતદારો સુધી પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે. ખાસ વાત એ છે કે, આના બરાબર એક દિવસ અગાઉ જ નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર સંચિતા પ્રધાન દેએ પણ ચૂંટણી લડવાનો ઇનકાર કરીને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

સતત બે મોટા ઝટકા મળવાથી મમતા બેર્નજીની છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક પછી એક ઉમેદવારો દ્વારા નામ પાછું ખેંચી લેવાની આ અણધારી ઘટનાથી પક્ષની રણનીતિ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અને વિપક્ષોને સરકાર પર પ્રહાર કરવાની વધુ એક તક મળી ગઈ છે.

You may also like

સુપર અલ નીનોનો ખતરો: 5 મહિનામાં 3.5 લાખથી વધુ મોતોની આશંકા

સુપર અલ નીનોનો ખતરો: 5 મહિનામાં 3.5 લાખથી વધુ મોતોની આશંકા

દિવાળી પર્વ શૃંખલાનો  5 નવેમ્બરથી પ્રારંભ, આ વર્ષે પણ 'ધોકો' યથાવત્

દિવાળી પર્વ શૃંખલાનો 5 નવેમ્બરથી પ્રારંભ, આ વર્ષે પણ 'ધોકો' યથાવત્

એલસી ચૂંટણી: આરએસએસના ગઢ નાગપુરમાં કોંગ્રેસના અભિજિત વણજારીની શાનદાર જીત

એલસી ચૂંટણી: આરએસએસના ગઢ નાગપુરમાં કોંગ્રેસના અભિજિત વણજારીની શાનદાર જીત

મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું