જળવાયુ પરિવર્તન સામે ભારત દુનિયાને અસરકારક સમાધાન આપી રહ્યું છે:પી.એમ મોદી

જળવાયુ પરિવર્તન સામે ભારત દુનિયાને અસરકારક સમાધાન આપી રહ્યું છે:પી.એમ મોદી

નવી દિલ્હી,

વિકાસશીલ દેશો પર કાર્બન ઉત્સર્જનનો ખોટો આરોપ મુકવામાં આવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આયોજિત 'ધ ફ્યુચર ઓફ એનવાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ ડાયનેમિક્સ' નામના બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે વડાપ્રધાને પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના મુદ્દે વૈશ્વિક સમુદાયને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભારત આજે માત્ર પોતાની જરૂરિયાતો જ પૂર્ણ નથી કરી રહ્યું, પરંતુ આ વૈશ્વિક સમસ્યા સામે દુનિયાને નક્કર સમાધાન પણ પૂરું પાડી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે કાર્બન ઉત્સર્જનની જવાબદારી અક્ષમ્ય રીતે વિકાસશીલ દેશો પર નાખવામાં આવે છે, જે હકીકતથી વિપરીત છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સરેરાશની સરખામણીમાં ભારતનું પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન અડધા કરતા પણ ઓછું છે. ગ્લોબલ સાઉથના દેશોના હિતોની વેર બાંધતા તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત ઐતિહાસિક વાસ્તવિકતા અને પર્યાવરણીય ન્યાયના પાયા પર આગળ વધી રહ્યું છે.

પીએમ મોદીએ ગર્વ સાથે જણાવ્યું કે છેલ્લા ૧૨ વર્ષોમાં દેશે પર્યાવરણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. રિન્યુએબલ એનર્જી (અક્ષય ઊર્જા) પર વિશેષ ભાર મૂકતા તેમણે કહ્યું કે ભારત જી-૨૦ જૂથનો એકમાત્ર એવો દેશ છે જેણે પેરિસ (COP-21) શિખર સંમેલનમાં લીધેલા સંકલ્પો સમયમર્યાદા અગાઉ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધા છે. આ સંમેલનમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો ઉપરાંત ૧૭ દેશોના કાનૂની પ્રતિનિધિઓ અને પર્યાવરણ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

You may also like

મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

હળવા વરસાદની આગાહી વચ્ચે પારો બે ડિગ્રી ડાઉન: અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઠંડીનો ચમકારો

હળવા વરસાદની આગાહી વચ્ચે પારો બે ડિગ્રી ડાઉન: અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઠંડીનો ચમકારો

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો