અમદાવાદ RTOએ નિયમોનું ઉલ્લંઘન કરનાર Ola, Uber અને Rapidoને ફટકારી નોટિસ Oct 24, 2026 અમદાવાદ,નિર્ધારિત કરતા ૫૦% ઓછું ભાડું ચૂકવી ગાઇડલાઇન ભંગ કરવા બદલ ત્રણ દિવસમાં ખુલાસો માંગ્યોઅમદાવાદ શહેરમાં ઓટોરિક્ષા ચાલકોના વધતા જતા આક્રોશ અને વ્યાપક ફરિયાદોને પગલે RTO દ્વારા ઓનલાઈન કેબ અને ઓટો એગ્રીગેટર સેવા પૂરી પાડતી જાણીતી કંપનીઓ ઓલા , ઉબેર અને રેપિડો સામે સત્તાવાર રીતે નોટિસ જારી કરવામાં આવી છે.રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ અનુસાર, આ કંપનીઓ દ્વારા મુસાફરો પાસેથી ભાડું વસૂલવામાં આવે છે પરંતુ ડ્રાઈવરો કે રિક્ષાચાલકોને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમિત ભાડા દરના માત્ર ૫૦% જેટલી જ રકમ ચૂકવવામાં આવે છે, જે મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઇડલાઇન ૨૦૨૦ના નિયમોનો ખુલ્લેઆમ ભંગ દર્શાવે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને અમદાવાદ RTO એ ત્રણેય કંપનીઓ પાસેથી આગામી ત્રણ દિવસની અંદર સંતોષકારક ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો છે. જો નિર્ધારિત સમયમાં યોગ્ય ખુલાસો નહીં અપાય તો કાયદાકીય કાર્યવાહી અને લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. Previous Post Next Post