લોરેન્સ બિશ્નોઈ ગેંગના કટ્ટર વિરોધી હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ

લોરેન્સ બિશ્નોઈ ગેંગના કટ્ટર વિરોધી હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ

નવી દિલ્હી,

હરિયાણા, દિલ્હીમાં ખંડણી અને હત્યાના ગુના આચરનાર ગેંગસ્ટરને ભારત લાવવા કવાયત 

હરિયાણાથી લઈને દિલ્હી-એનસીઆર સુધી પોતાના આતંકનો સિક્કો જમાવનાર અને ભારતીય સુરક્ષા એજન્સીઓના હિટલિસ્ટમાં સામેલ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં એફબીઆઈ દ્વારા ધડપકડ કરવામાં આવી છે. 

હિમાંશુ ભાઉ પોર્ટુગલથી અમેરિકા પહોંચ્યો હતો અને ત્યાં બેસીને જ ભારતમાં પોતનું ગુનાહિત નેટવર્ક ચલાવતો હતો. હરિયાણાના રોહતક સ્થિત રિટૌલી ગામના વતની હિમાંશુએ માત્ર ૧૭ વર્ષની નાની વયે જ અપરાધ જગતમાં પ્રવેશ કર્યો હતો. તે હરિયાણાની બોસ્ટલ જેલ અને બાળ સુધાર ગૃહમાંથી પોતાના સાથીઓ સાથે ફરાર થઈ વિદેશ ભાગી છૂટ્યો હતો. હિમાંશુ ભાઉ નીરજ બવાના અને બંબીહા ગેંગ સાથે હાથ મિલાવીને કામ કરતો હતો, જેના કારણે તેની લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર ગેંગ સાથે કટ્ટર દુશ્મની ચાલી રહી છે. તેના પર હત્યા, અપહરણ, સંજય પુનિયા પાસે ખંડણી માંગવી તેમજ પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર બહાર ફાયરિંગ કરાવવા જેવા અનેક ગંભીર કેસો નોંધાયેલા છે. વર્ષ ૨૦૨૩માં લુકઆઉટ સર્ક્યુલર જારી કરાયા બાદ, એનઆઈએ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને દિલ્હી પોલીસના લિસ્ટમાં સામેલ આ કુખ્યાત અપરાધીને હવે ભારતીય એજન્સીઓ ભારત લાવવાના પ્રયાસો કરી રહી છે.

You may also like

રેલવે પ્લેટફોર્મના  કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

રેલવે પ્લેટફોર્મના કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

જળસંકટ નિવારવા  દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

જળસંકટ નિવારવા દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ  રેકોર્ડ

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ રેકોર્ડ