ઉત્તર પ્રદેશ-રાજસ્થાનમાં વરસાદની આગાહી, પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાનો પ્રારંભ Oct 24, 2026 નવી દિલ્હી,દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદનું એલર્ટ યથાવતઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં આગામી સમયમાં વરસાદી માહોલ સર્જાવાની અને જોરદાર પવનો ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. બીજી તરફ, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે, જેના કારણે હિમાચલના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે સરકી ગયો છે. આ તરફ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદનું જોર યથાવત રહ્યું છે. ઉત્તર ભારતમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત અને પર્વતો પર થઈ રહેલી બરફવર્ષાથી સમગ્ર દેશમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. Previous Post Next Post