સાઉદી-હુથી સંઘર્ષને પગલે જેદ્દાહ, રિયાધ અને દમ્મામની એર ઇન્ડિયાની ઉડાનો 24મી સુધી સ્થગિત

સાઉદી-હુથી સંઘર્ષને પગલે જેદ્દાહ, રિયાધ અને દમ્મામની એર ઇન્ડિયાની ઉડાનો 24મી સુધી સ્થગિત

નવી દિલ્હી,

મુસાફરોને મફત તારીખ બદલવા અથવા પૂરા રિફંડની સુવિધા

ભારતીય વિમાની કંપની એર ઈન્ડિયા અને તેની સહયોગી એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા સાઉદી અરેબિયાના ત્રણ મુખ્ય શહેરો માટેની પોતાની તમામ ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે રદ કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. એરલાઈન તંત્ર તરફથી મળતી સત્તાવાર માહિતી મુજબ, સાઉદી અરેબિયાના જેદ્દાહ, રિયાધ અને દમ્મામ જતી તેમજ ત્યાંથી આવતી તમામ ફ્લાઈટો આગામી 24 ઓક્ટોબર, 2026 સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. 

જે મુસાફરોએ 15 ઓક્ટોબર, 2026 કે તે પહેલાં પોતાની ટિકિટ બુક કરાવી હોય અને તેમની મુસાફરીની મૂળ તારીખ 9 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર, 2026 વચ્ચેની હોય, તેવા અસગ્રસ્ત મુસાફરો આ સુવિધાનો લાભ લઈ શકશે. આવા મુસાફરો 10 નવેમ્બર, 2026 સુધીમાં કોઈપણ વધારાના રીશેડ્યુલિંગ ચાર્જ (પ્રીમિયમ કે ફી) વિના પોતાની ફ્લાઈટની તારીખ બદલી શકશે અથવા ઈચ્છે તો ટિકિટ રદ કરાવીને પૂરેપૂરું (સંપૂર્ણ) રિફંડ મેળવી શકશે. જોકે, નવી તારીખની ફ્લાઈટમાં સીટોની ઉપલબ્ધતા અને એરલાઈનના નિયમોને આધીન આ ફેરફાર કરવામાં આવશે.

You may also like

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ