દિલ્હી કોર્ટે શાંતિ જાળવવાની શરતે 50 હજારના બોન્ડ પર દીપકેને જામીન આપ્યા

દિલ્હી કોર્ટે શાંતિ જાળવવાની શરતે 50 હજારના બોન્ડ પર દીપકેને જામીન આપ્યા

નવી દિલ્હી,

રાજધાની દિલ્હીમાં આયોજિત 'લહેરા દો તિરંગા' પ્રદર્શન અને માર્ચ પહેલાં કસ્ટડીમાં લેવાયેલા 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજિત દીપકેને દિલ્હીની અદાલતે શરતી જામીન મંજૂર કર્યા છે.

આજે શનિવારે બપોરે 3 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે અભિજિત દીપકેને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાને બદલે રૂ. 50,000ના શ્યોરિટી બોન્ડ (પીસ બોન્ડ) ભરીને વિસ્તારમાં શાંતિ જાળવવાની શરતે જામીન આપ્યા છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી 'તિરંગા માર્ચ' પહેલાં જ તેમની અટકાયત કરાઈ હતી.

You may also like

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ત્રણ ગોલ્ડ મેડલ વિજેતા પેરા એથ્લેટ નીરજ યાદવનો ઝેર પી આપઘાત

ત્રણ ગોલ્ડ મેડલ વિજેતા પેરા એથ્લેટ નીરજ યાદવનો ઝેર પી આપઘાત

ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ જાયદ II' સન્માન

ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ જાયદ II' સન્માન

એપીકે ફાઈલ દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ રાજકોટ પોલીસના સકંજામાં

એપીકે ફાઈલ દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ રાજકોટ પોલીસના સકંજામાં