ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર હવાઈ હુમલો, ગુજરાતના નાવિકનું મોત

ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર હવાઈ હુમલો, ગુજરાતના નાવિકનું મોત

નવી દિલ્હી,

ઓમાનના તટરક્ષક દળ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં 13 ખલાસીઓનો સુરક્ષિત બચાવ

ઓમાનના કિનારા નજીકથી પસાર થઈ રહેલા ભારતીય ઝંડાવાળા માલવાહક જહાજ 'એમ.એસ.વી. અલ જુસુફી' પર અચાનક થયેલા એક શંકાસ્પદ હવાઈ હુમલોમાં  જહાજમાં ભારે નુકસાન થયું હતું અને સવાર ખલાસીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ભયાનક ઘટનામાં ગુજરાતના એક નાવિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે ઓમાનના કોસ્ટ ગાર્ડની સતર્કતાથી બાકીના 13 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.

આ ભારતીય જહાજ પર કોઈ હવાઈ વસ્તુ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મૃતક નાવિકની ઓળખ ગુજરાતના વતની ગાંધાર નાહિમ અજીઝ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ ઓમાનના તટરક્ષક દળ દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 13 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા જેઓને
વહેલી તકે ભારત પરત લાવવાની તજવીજ હાથ ધરાઇ છે.

You may also like

બેંકોમાં ₹10-20ની કડકડતી નોટોની ભારે માંગ: અછતથી ગ્રાહકો-બેંકરો આમને-સામને

બેંકોમાં ₹10-20ની કડકડતી નોટોની ભારે માંગ: અછતથી ગ્રાહકો-બેંકરો આમને-સામને

અમદાવાદ આગકાંડમાં રાજકોટના વકીલ પરિવારના એન્જિનિયર પુત્રનું મૃત્યુ

અમદાવાદ આગકાંડમાં રાજકોટના વકીલ પરિવારના એન્જિનિયર પુત્રનું મૃત્યુ

લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે અભિનેતા તુષાર કપૂર પાસે 5 કરોડની ખંડણીની ધમકી

લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે અભિનેતા તુષાર કપૂર પાસે 5 કરોડની ખંડણીની ધમકી

અમરેલીના ગુંદરણ ગામની સીમમાં વાહનની સાથે સગીર અને યુવકને જીવતા સળગાવી દેવાયાની આશંકા

અમરેલીના ગુંદરણ ગામની સીમમાં વાહનની સાથે સગીર અને યુવકને જીવતા સળગાવી દેવાયાની આશંકા