રાજકોટના ડે. મેયર દક્ષાબેન વસાણી વિરુદ્ધ આક્ષેપો પાયાવિહોણા Sep 21, 2026 રાજકોટ,રઘુવંશી સમાજે જાહેર કર્યું સંપૂર્ણ સમર્થનરાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી વિરુદ્ધ થઈ રહેલા આક્ષેપોનો તેઓએ જાહેર ખુલાસો કર્યા બાદ હવે સમગ્ર રઘુવંશી સમાજ પણ તેઓની પડખે આવ્યો છે. રાજકોટ શહેરના ગૌરવવંતા અને અત્યંત સેવાભાવી મહિલા ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી માત્ર એક રાજકીય પદાધિકારી નથી, પરંતુ તેઓ સમસ્ત રઘુવંશી (લોહાણા) સમાજના એક પ્રખર અને ગૌરવવંતા મહિલા અગ્રણી છે, જેમણે હંમેશા જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર દરેક સમાજના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે અર્પિત રહેવાના કામો કર્યા છે. તાજેતરમાં નટરાજ નગર આવાસ યોજના અંગે જે વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે, તે માત્ર એક રાજકીય ષડયંત્ર અને તેમની દાગ રહિત છબીને બદનામનો પ્રયાસ માત્ર છે.સત્ય એ છે કે દક્ષાબેને ગરીબોનો હક્ક છીનવીને કોઈ આવાસ મેળવ્યું નથી, પરંતુ વર્ષ ૨૦૦૧માં તેમની રામેશ્વરની દુકાન ડિમોલિશનમાં તૂટતા, મહાનગરપાલિકાના નિયમ મુજબ તંત્ર દ્વારા જ તેમને આ ક્વાર્ટર સોંપાયું હતું, તેઓ ચૂંટાઈ આવ્યા તે પહેલા જ આ મિલકત ટ્રાન્સફર રીતે વેચી દેવામાં આવી હોવાથી તેનો સોગંદનામામાં ઉલ્લેખ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી.આ પારદર્શક અને ન્યાયસંગત સત્ય સામે આવ્યા બાદ, વર્ષોથી લોકોની સુખ-દુઃખમાં પડખે ઉભા રહેનાર લોકસેવિકા દક્ષાબેન વસાણીની પડખે સમસ્ત રઘુવંશી સમાજ અને રાજકોટની જનતા મક્કમતાથી સમર્થનમાં ઉભી છે. સમાજના આગેવાનો અને નાગરિકો સોશિયલ મીડિયા તેમજ જનસંપર્ક દ્વારા આ સસ્તી રાજનીતિનો વિરોધ કરી રહ્યા છે અને દક્ષાબેનની સેવાકીય ભાવના તથા કાર્યોને પૂર જોશથી સમર્થન આપી રહ્યા છે.દક્ષાબેન વસાણીએ તેમની રાજનીતિને સદનીતિ તરીકે સ્થાપિત કરીને હંમેશા એક આદર્શ જનસેવક તરીકે મર્યાદિત કરી રહ્યાં છે, તેમણે ખરા અર્થમાં નગરસેવકની ભૂમિકા અદા કરી છે અને કરતા પણ રહેશે. તેમના જીવન-સાથી ભરતભાઈએ તેમના એકમાત્ર જીવન-નિર્વાહના સાધન એવી નાનકડી કરિયાણાની દુકાનને વેપાર ઓછો અને ગરીબો માટેનું સેવાનું માધ્યમ વધુ સમજ્યું છે. આ જ બાબત તેઓને એક મુઠી ઊંચેરા માનવી બનાવે છે. ઓછા શબ્દોમાં કહીઓ તો ભરતભાઈ એક સહજ સૈનિકના રૂપે દક્ષાબેનનું પ્રોત્સાહન બનીને ઉભા રહ્યા છે. આ વસાણી દંપતી નિસંતાન હોવાનો વસવસો નહીં પરંતુ તેમના ક્ષેત્રના તમામ બાળકોના વાલી હોવાનું દાયિત્વ નિભાવી રહ્યા છે, ત્યારે તેમના ઉપર મલીન ઇરાદાઓ સાથે મૂકાયેલા આક્ષેપો અત્યંત નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ છે.સમાજના આગેવાનો અને નાગરિકો સોશિયલ મીડિયા તેમજ જનસંપર્ક દ્વારા આ ષડયંત્રયુક્ત રાજનીતિનો વિરોધ કરી રહ્યા છે અને દક્ષાબેનની સેવાકીય ભાવના તથા સત્યને પુરા જોશથી સમર્થન આપી રહ્યા છે. Previous Post Next Post