રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જાતે પાવડો ઉપાડી કચરો સાફ કર્યો

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જાતે પાવડો ઉપાડી કચરો સાફ કર્યો

રાજકોટ,
 
જાહેરમાં ગંદકી ફેલાવતા ત્રણ આસામીઓ પાસેથી રૂ. ૩૫૦૦નો દંડ વસૂલ કરાયો

શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા એક પ્રશંસનીય અને અનુકરણીય પગલું ભરવામાં આવ્યું છે. તાજેતરમાં કમિશનર ઓચિંતા જમીની હકીકત જાણવા અને ચેકીંગ માટે અણધાર્યા જ રસ્તા પર નીકળી પડ્યા હતા, જ્યાં તેમણે અધિકારીઓ કે કર્મચારીઓની રાહ જોયા વગર જાતે જ પાવડો પકડીને રસ્તા પર પડેલો કચરો ભર્યો હતો અને સફાઈ કામ કર્યું હતું.

કિસાનપરા ચોક પાસેથી મહિલા કોલેજ ચોક અને આલબાઈના ભઠ્ઠા સુધીનીઆ અણધારી મુલાકાત અને કમિશનરની સક્રિયતા જોઈને સ્થાનિકો અને તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ચેકીંગ દરમિયાન જાહેરમાં ગંદકી ફેલાવતા કે કચરો નાખતા ત્રણ આસામીઓ ઝડપાઈ આવ્યા હતા, જેમની સામે કડક કાર્યવાહી કરીને તંત્ર દ્વારા સ્થળ પર જ કુલ રૂ. ૩૫૦૦ નો દંડ (ચાર્જ) વસૂલવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપતા કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ રાખવું એ માત્ર તંત્રની જ નહીં, પરંતુ આપણા સૌની પવિત્ર જવાબદારી છે. જો દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને સહકાર આપશે, તો જ શહેર ખરા અર્થમાં સ્વચ્છ અને સુંદર બની શકશે. કમિશનરની આ અચાનક અને કડક કાર્યવાહીથી શહેરમાં ફેલાવતા લોકોમાં ફફડાટની સાથે સફાઈ પ્રત્યે સભાનતા પણ જોવા મળી રહી છે.

You may also like

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત