વડનગરથી વારાણસી 'સેવા યાત્રા'નો પ્રારંભ કરાવતા અમિત શાહ

વડનગરથી વારાણસી 'સેવા યાત્રા'નો પ્રારંભ કરાવતા અમિત શાહ

વડનગર,

વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવથી 400થી વધુ બાઈકર્સ રવાના

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સમગ્ર દેશ અને ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના વતન વડનગર ખાતેથી 'સેવા સંકલ્પ અભિયાન' અને વડનગર-વારાણસી સેવા યાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવશે. આ અભિયાન અંતર્ગત આગામી એક મહિના સુધી જનકલ્યાણના વિવિધ કાર્યક્રમો યોજાશે.
આજે ગુરુવારે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરના પવિત્ર અને ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી કરશે અને પદયાત્રા યોજશે. આ સાથે જ 400થી વધુ બાઈકર્સને વારાણસી સુધીની 'સેવા યાત્રા' માટે વિશેષરૂપે પ્રસ્થાન કરાવવામાં આવશે. આ બાઈકર્સ રસ્તામાં આવતા ગામોમાં પણ જનકલ્યાણકારી સંદેશ અને સેવા અભિયાનને વેગ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7મી ઓક્ટોબરે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન તરીકેના જાહેરજીવનમાં સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ સીમાચિહ્નરૂપ અવસરને ધ્યાનમાં રાખીને ભાજપ સરકાર અને સંગઠન દ્વારા આજથી લઈને 17 ઓક્ટોબર સુધી એટલે કે પૂરા એક મહિના સુધી 'સેવા સંકલ્પ અભિયાન' ચલાવવામાં આવશે. આ અભિયાન હેઠળ આયુષ્માન ભારત, અનાજ વિતરણ અને ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવશે.

ગુજરાતમાં 18,500 સ્થળોએ 88 લાખથી વધુ દીવા પ્રગટાવી પી.એમને આશીર્વાદ

સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના જન્મદિનને અનોખી રીતે ઉજવવા માટે આજે સાંજે રાજ્યભરમાં કુલ 18,500 જેટલા સ્થળો પર નરેન્દ્ર મોદીના દીર્ધાયુષ્ય અને ઉત્તરોત્તર પ્રગતિ માટે 88 લાખથી વધુ 'આશીર્વાદના દીવડા' પ્રગટાવાશે.

આ ભવ્ય આયોજન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના કાંકરિયા ખાતે આશીર્વાદનો દીવડો પ્રગટાવશે. જ્યારે અંબાજી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નીમુબહેન બામણિયા અને કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે.

You may also like

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ