રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ, દેવપુષ્પ મેડિકલમાં તોડફોડના આરોપીઓ ૬૦ કલાક છતાં પકડાયા નહીં

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ, દેવપુષ્પ મેડિકલમાં તોડફોડના આરોપીઓ ૬૦ કલાક છતાં પકડાયા નહીં

રાજકોટ,

કેમિસ્ટ એસોસિએશન દ્વારા કમિશનરને રોષભેર રજૂઆત

શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, જેનું તાજું ઉદાહરણ હનુમાન મઢી ચોક પાસે આવેલી જાણીતી દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં બનેલી તોડફોડની ઘટના છે. મેડિકલ સ્ટોરમાં ઘૂસીને આતંક મચાવનાર શખ્સોને ઘટના ઘাট્યાના ૬૦ કલાક વીતી જવા છતાં પોલીસ દ્વારા ઝડપી લેવામાં ન આવતા વેપારીઓમાં અને કેમિસ્ટ એસોસિએશનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ગંભીર મામલે આક્રોશ વ્યક્ત કરતા રાજકોટ કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો અને વેપારીઓ મેદાને આવ્યા છે. એસોસિએશને પોલીસ કમિશનર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સુરક્ષાને લઈને વેપારી વર્ગમાં ભય અને રોષનો માહોલ છે ત્યારે જો આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

You may also like

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ