દિલ્હીમાં રાહુલ-પ્રિયંકા સામે બીજી એફઆઈઆર નોંધાઈ Oct 08, 2026 નવી દિલ્હી,પોલીસ સાથે ધક્કા-મુક્કી અને સરકારી કામમાં અડચણ ઊભી કરવા બદલ કડક કાર્યવાહી રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન બુધવારે ‘ઇન્ડિયા’ બ્લોકના નેજા હેઠળ આયોજિત એક વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના શીર્ષ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ દિલ્હી પોલીસ દ્વારા સત્તાવાર રીતે બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.આ પ્રદર્શન દરમિયાન સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ સાથે કથિત રીતે ધક્કામુક્કી કરવામાં આવી હતી અને ફરજ બજાવી રહેલા કર્મચારીઓના ડ્યુટીમાં વિઘ્ન તથા સરકારી કામમાં અડચણ ઊભી કરવાના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ પોલીસે સ્થળ પર ઉપલબ્ધ વીડિયો ફૂટેજ, ફોટોગ્રાફ્સ અને અન્ય તકનીકી પુરાવાઓના આધારે ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ પ્રદર્શનનું નેતૃત્વ રાહુલ ગાંધી દ્વારા અન્ય વિપક્ષી નેતાઓ સાથે મળીને રસ્તા પર કરવામાં આવ્યું હતું. પ્રદર્શન ઉગ્ર બનતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે દિલ્હી પોલીસે સાંસદો તથા નેતાઓ સહિત કુલ 91 જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરી હતી. Previous Post Next Post