મોરબીના સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો: પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ. ૭૩૦૦નો વધારો

મોરબીના સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો: પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ. ૭૩૦૦નો વધારો

મોરબી,

કંડલા અને પોરબંદરથી આવતા બળતણના ભાવો ઉછળતા ઉત્પાદન ખર્ચ વધ્યો

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ ત્યારથી જ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસ સંકટ અને નિકાસ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત એક્સપોર્ટ બંધ થવા અને કન્ટેનરના ભાડામાં થયેલા વધારાથી ઉદ્યોગકારો પહેલેથી જ પરેશાન હતા, તેમાં હવે પ્રોપેન ગેસના ભાવોમાં ઝીંકાયેલા તોતિંગ વધારાએ સ્થિતિ વધુ વણસાવી છે.

કંડલા અને પોરબંદરથી મોરબી તરફ સપ્લાય થતા પ્રોપેન ગેસના ભાવમાં એકસામટી પ્રતિ ટન રૂ. ૭૩૦૦નો ભયંકર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ નેચરલ ગેસની સરખામણીએ પ્રોપેન ગેસ થોડો સસ્તો પડતો હોવાથી ઉદ્યોગકારો તેને વૈકલ્પિક બળતણ તરીકે વાપરીને પોતાનું ઉત્પાદન ચાલુ રાખતા હતા. પરંતુ હવે પ્રોપેન ગેસના ભાવ પણ નેચરલ ગેસની સમકક્ષ પહોંચી ગયા હોવાથી સસ્તા બળતણનો વિકલ્પ પણ ઉદ્યોગકારો પાસેથી છીનવાઈ ગયો છે. ઉત્પાદન ખર્ચમાં થયેલા આ અણધાર્યા વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતાઓમાં ભારે વધારો થયો છે.

You may also like

રેલવે પ્લેટફોર્મના  કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

રેલવે પ્લેટફોર્મના કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

જળસંકટ નિવારવા  દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

જળસંકટ નિવારવા દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ  રેકોર્ડ

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ રેકોર્ડ