મને હવે રાજકારણથી નફરત છે: બળવાખોર TMC ધારાસભ્યના સંન્યાસના સંકેત Oct 24, 2026 કોલકત્તા,ઉત્તર ૨૪ પરગણાના કમરહાટી બેઠકના નેતાની અકળામણ છતી થઈપશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અને કમરહાટી બેઠકના પ્રતિનિધિ મદન મિત્રાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના સંકેત આપ્યા છે. એક સમયે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના અત્યંત વિશ્વાસુ ગણાતા અને તાજેતરમાં બળવાખોર જૂથ સાથે જોડાયેલા મિત્રાએ જણાવ્યું હતું કે તેમને હવે રાજકારણથી નફરત થઈ ચૂકી છે અને તેઓ આ વ્યવસાયથી સંપૂર્ણપણે થાકી ગયા છે. વર્તમાન સમયમાં સામાન્ય જનતા ડર અને ભારે મુશ્કેલીઓ વચ્ચે જીવન જીવી રહી છે.આ વર્ષની દુર્ગાપૂજા દરમિયાન લોકોની આંખોમાં રહેલાં આંસુ અને તેમનું દુઃખ જોઈને તેઓ વ્યથિત થયા છે. પોતાના જ વિસ્તારમાં મતદારોને મુક્તપણે ન મળી શકવાની અને તેમની સમસ્યાઓનું નિવારણ ન લાવી શકવાની પોતાની લાચારી વ્યક્ત કરતા તેમણે રાજકીય પ્રવાહોથી અલગ થવાના સંકેતો આપ્યા છે. Previous Post Next Post