AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ

ઉનાળાની શરૂઆત સાથે જ ઘરમાં એસી, ફ્રીજ, કુલર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધી જાય છે. પરિણામે વીજળીનું બિલ પણ ભારે આવે છે. પરંતુ કેટલીક સરળ આદતો અપનાવીને તમે AC વાપરતા હોવા છતાં પણ બિલમાં નોંધપાત્ર બચત કરી શકો છો.
 

1. સ્વીચ બોર્ડના ઇન્ડિકેટર દૂર કરો

ઘરના જૂના લાલ ઇન્ડિકેટર સતત વીજળી વાપરે છે. દરેક રૂમમાં આવા ઇન્ડિકેટર હોય તો તે દિવસભર બિનજરૂરી વપરાશ કરે છે, તેથી તેને દૂર કરવું વધુ ફાયદાકારક છે.
 

2. ટીવીને મેઈન સ્વીચથી બંધ કરો

માત્ર રિમોટથી ટીવી બંધ કરવાથી તે સ્ટેન્ડબાય મોડમાં રહે છે. સંપૂર્ણ વીજળી બચાવવા માટે મુખ્ય સ્વીચ બંધ કરવી શ્રેષ્ઠ રીત છે.
 

3. એસી ફિલ્ટરની નિયમિત સફાઈ કરો

એસી ફિલ્ટરમાં ધૂળ જામવાથી ઠંડક ઓછી મળે છે અને વીજળીનો વપરાશ વધી જાય છે. નિયમિત સફાઈથી એસી કાર્યક્ષમ બને છે અને બિલ ઓછું આવે છે.
 

4. ફ્રીજને વારંવાર ખોલવાનું ટાળો

દરેક વખત ફ્રીજ ખોલવાથી ઠંડક બહાર જાય છે. ફરીથી તાપમાન જાળવવા વધુ વીજળી વપરાય છે, તેથી જરૂર મુજબ જ ફ્રીજ ખોલવો જોઈએ.
 

5. પંખા અને કુલરનો સમજદારીથી ઉપયોગ કરો

એક સાથે વધુ કુલર અથવા પંખા લાંબા સમય સુધી ચલાવવાથી વીજળી વધે છે. રૂમમાં હાજર ન હો ત્યારે તેને બંધ રાખવું જરૂરી છે.
 

6. ઉપયોગમાં ન હોય તેવા પ્લગ કાઢી નાખો

ચાર્જર, લેપટોપ એડેપ્ટર વગેરે પ્લગમાં લાગેલા હોય તો પણ વીજળી વપરાય છે (ફેન્ટમ લોડ). તેથી ઉપયોગ ન હોય ત્યારે તેને કાઢી નાખો.
 

7. ભારે ઉપકરણો એકસાથે ન ચલાવો

એસી, ઇન્ડક્શન જેવા ભારે ઉપકરણો એકસાથે ચલાવવાથી લોડ વધી જાય છે. તેને વારાફરતી ચલાવવાથી વીજળીનું દબાણ ઘટે છે અને સુરક્ષા પણ રહે છે.
 

8. ઘરના લોડ મર્યાદા જાળવો

ઘરના વીજળી કનેક્શનની નિર્ધારિત મર્યાદા કરતા વધુ વપરાશ કરવાથી દંડ પણ લાગી શકે છે. તેથી લોડ મેનેજમેન્ટ કરવું જરૂરી છે.

ઉનાળાની ગરમી વધતા વીજળી વપરાશમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. શહેરોમાં AC અને કુલરનો ઉપયોગ વધતાં પાવર ડિમાન્ડ પણ ઊંચી થઈ છે. આવી સ્થિતિમાં વીજ વિભાગે નાગરિકોને વીજળી બચાવવાની અપીલ કરી છે અને સમજદારીપૂર્વક ઉપકરણો વાપરવા જણાવ્યું છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ