રેસકોર્સના લોકમેળામાં રમકડાંના સ્ટોલ કરતા રાઇડ્સના પ્લોટમાં લાવ..લાવ...! Aug 04, 2026 રાજકોટ ,ચકરડી અને ખાણીપીણીના પ્લોટ માટે ભારે પડાપડી અને હરીફાઈરાજકોટમાં પરંપરાગત જન્માષ્ટમીના લોકમેળાના આયોજનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આ વર્ષે અરજદારો અને ધંધાર્થીઓની પસંદગીમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. મેળામાં વેપાર કરવા માટે ઉત્સુક અરજદારોનો રમકડાંના સ્ટોલ તરફનો મોહભંગ થયો છે, જ્યારે તેના બદલે ચકરડી (રાઇડ્સ) અને ખાણીપીણીના પ્લોટ મેળવવા માટે વેપારીઓમાં ભારે ઉત્સાહ અને પડાપડી જોવા મળી રહી છે.લોકમેળામાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેતા રમકડાંના વેપાર માટે આ વર્ષે વેપારીઓ તરફથી અપેક્ષિત પ્રતિસાદ સાંપડ્યો નથી. સ્થિતિ એવી સર્જાઈ છે કે તંત્ર દ્વારા ફાળવવામાં આવતા નિશ્ચિત સ્ટોલ સામે પૂરતી સંખ્યામાં પણ અરજીઓ આવી નથી. જેના કારણે રમકડાંના સ્ટોલ માટે લાંબી હરાજી કે ડ્રો પ્રક્રિયા કરવાના બદલે સીધી ફાળવણી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે, જે વેપારીઓની બદલાતી માનસિકતા દર્શાવે છે.એક તરફ રમકડાંના વેપાર પ્રત્યે ઉાસીનતા જોવા મળી રહી છે, તો બીજી તરફ નાની-મધ્યમ ચકરડી (યાંત્રિક રાઇડ્સ) અને ખાણીપીણીના સ્ટોલ માટે અરજદારોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ કરીને નાની ચકરડીના મર્યાદિત પ્લોટ સામે સેંકડોની સંખ્યામાં અરજીઓ આવતા આ કેટેગરીમાં ભારે હરીફાઈ જામી છે. વેપારીઓનો આ ઝોક સાબિત કરે છે કે લોકમેળામાં ખાણીપીણી અને મનોરંજનના વ્યવસાયમાં નફાની સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે. Previous Post Next Post