TRP અગ્નિકાંડમાં પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર ડિસમીસ નહીં પરંતુ ‘સસ્પેન્ડ’: હાઇકોર્ટ

TRP અગ્નિકાંડમાં પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર ડિસમીસ નહીં પરંતુ ‘સસ્પેન્ડ’: હાઇકોર્ટ

રાજકોટ,

બે ATP બાદ હવે ફાયર અધિકારીને પણ મળી રાહત

ચકચારી અને હ્રદયદ્રાવક રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલી આકરી કાર્યવાહી સામે ગુજરાત હાઈકોર્ટે રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને મળી ચૂકેલી રાહત બાદ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બરતરફ (ડિસમિસ) કરવામાં આવેલા પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની અરજી પર પણ હાઈકોર્ટે મોટો અને મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે.

અદાલતે મનપાના બરતરફીના આદેશ પર સ્ટે મુકતા સ્પષ્ટ કર્યું છે કે ઈલેશ ખેરને સેવામાંથી સીધા ડિસમીસ ગણવામાં ન આવે, પરંતુ તેમને ‘સસ્પેન્ડ’ (નિર્લંબિત) જ ગણવામાં આવે. આ સાથે જ કાયદાકીય પ્રક્રિયા અને પ્રવર્તમાન નિયમોને ધ્યાનમાં રાખીને તેમને સસ્પેન્શન સમયગાળા દરમિયાન નિયમ મુજબ અડધો પગાર (સબસિસ્ટન્સ એલાઉન્સ) ચૂકવવામાં આવે તેવો પણ આદેશ કર્યો છે.
મનપા દ્વારા ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા ઉપરાંત ટાઉન પ્લાનિંગ (TP) વિભાગના અધિકારીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા સહિત કુલ ૬ જેટલા જવાબદાર અધિકારીઓને નોકરીમાંથી સીધા જ બરતરફ (ડિસમિસ) કરી દેવામાં આવ્યા હતા. અગાઉ ક્યારેય ન બની હોય તેવી આ આકરી ખાતાકીય કાર્યવાહીને પગલે વહીવટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

નિયમ મુજબ અડધો પગાર ચૂકવવા સ્પષ્ટ નિર્દેશ

મનપા દ્વારા લેવાયેલા આ આડેધડ અને કઠોર પગલાં સામે અસરગ્રસ્ત અધિકારીઓએ કાનૂની લડાઈનું શસ્ત્ર ઉગામ્યું હતું. અગાઉ ટાઉન પ્લાનિંગ વિભાગના બે એસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણા અને રાજેશ મકવાણા દ્વારા હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને અદાલત તરફથી આંશિક રાહત મળી હતી.

આ જ ક્રમમાં હવે પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની અરજી પર સુનાવણી હાથ ધર્યા બાદ હાઈકોર્ટે મનપાના આદેશમાં ફેરફાર કર્યો છે. અદાલતના આ તાજા આદેશથી મનપા પ્રશાસનને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે કાયદાકીય લડાઈ લડી રહેલા પૂર્વ અધિકારીઓ માટે આ એક મોટી રાહત સમાન ગણાઈ રહ્યું છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ