દિલ્હીમાં 1 નવેમ્બરે INDIA ગઠબંધનની રેલીને કોક્રોચોનું સમર્થન Oct 29, 2026 નવી દિલ્હી,CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોરચો: મતાધિકારના રક્ષણ માટે કોકરોચ જનતા પાર્ટી મેદાનેઆગામી 1 નવેમ્બરે નવી દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં યોજાનારી 'INDIA' ગઠબંધનની રેલીને CJPએ પોતાનું સત્તાવાર સમર્થન જાહેર કર્યું છે.આગામી સમયમાં યોજાનાર સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) અને ચૂંટણી પ્રક્રિયાને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરતા CJPએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. એસ.આઈ.આર.ની વિવાદાસ્પદ પ્રક્રિયાના કારણે સામાન્ય લોકોમાં તેમના મતાધિકારથી વંચિત રહી જવાનો જે ભય પેદા થયો છે, તેને દૂર કરવા માટે વિપક્ષી દળો સાથે મળીને આ લડાઈ લડવામાં આવશે.CJPના આ વલણથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે પાર્ટીએ 'જ્ઞાનેશ કુમારે જવું જ પડશે'નો ઉગ્ર નારો આપીને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ પણ દોહરાવી છે. આગામી 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારી આ મહારેલીમાં વિપક્ષી નેતાઓ સાથે CJPના કાર્યકરો અને સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાય તેવી સંભાવના છે. Previous Post Next Post