MLC ચૂંટણીમાં મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો Oct 29, 2026 નવી દિલ્હી,તાજેતરમાં યોજાયેલી વિધાન પરિષદ ચૂંટણીના પરિણામોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમજ ભાજપના નેતા નિતીન નવીન જેવા મોટા નેતાઓના પ્રભાવશાળી અને મુખ્ય ક્ષેત્રોમાં જ પાર્ટીને મોટો પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ તમામ વિસ્તારોમાં પક્ષના નબળા દેખાવને કારણે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.જોકે, આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ગૃહ રાજ્ય અને પ્રભાવ હેઠળના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખીને પક્ષનો ગઢ સફળતાપૂર્વક બચાવી લીધો છે. ઉત્તર પ્રદેશ સિવાયના અન્ય દિગ્ગજોના વિસ્તારોમાં થયેલા આ પરાજયથી પક્ષની રણનીતિ સામે સવાલો ઉભા થયા છે, ત્યારે આગામી સમયમાં આ હાર પાછળના કારણોની સમીક્ષા કરવામાં આવશે તેવું મનાય છે. Previous Post Next Post