સરકારી કર્મચારીઓ માટે દિવાળી ખુશહાલ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો જંગી વધારો

સરકારી કર્મચારીઓ માટે દિવાળી ખુશહાલ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો જંગી વધારો

નવી દિલ્હી,

દિવાળી પૂર્વે કેન્દ્રની ભેટ: DA" 60% થી વધીને સીધું 63% પર પહોંચ્યું

તહેવારોની મોસમ વચ્ચે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં (DA) 3 ટકાનો વધારો મંજૂર કર્યો છે, જેના કારણે હવે કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું 60 ટકાથી વધીને 63 ટકા થઈ ગયું છે. આ નવા અને વધેલા દરોની સીધી અસર દેશના આશરે 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખથી વધુ પેન્શનધારકોને મળશે.
આ વધારાને કારણે કેન્દ્ર સરકારની તિજોરી પર વાર્ષિક અંદાજે રૂપિયા 10,016 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે. મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલો આ વધારો 1 જુલાઈથી અમલી ગણવામાં આવશે, જેથી કર્મચારીઓને જુલાઈથી લઈને ઓક્ટોબર સુધીના ચાર મહિનાનું સંયુક્ત એરિયર (બાકી નીકળતી રકમ) આગામી ઓક્ટોબર મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે.

You may also like

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

MLC ચૂંટણીમાં  મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો

MLC ચૂંટણીમાં મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો

બનાસકાંઠાથી મોદી પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલિઝ કરશે

બનાસકાંઠાથી મોદી પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલિઝ કરશે