અમદાવાદમાં દારૂના નશામાં ધૂત PSIએ સર્જ્યો અકસ્માત, જાગૃત નાગરિકોએ ઘેરી લીધા Oct 05, 2026 અમદાવાદ,કારની ડેકીમાંથી મળી દારૂની બોટલ; ટ્રાફિક PSI પંડ્યા સાબરમતી પોલીસના સકંજામાં અમદાવાદ શહેરમાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. ભરત પંડ્યા નશાની હાલતમાં કાર હંકારીને અકસ્માત સર્જતા પકડાયા છે. અકસ્માતની આ ઘટના બનતા જ લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને દારૂના નશામાં ધૂત આ ખાખીધારીને ચારેય બાજુથી ઘેરી લીધો હતો. સ્થાનિકોએ આખી ઘટનાનો વીડિયો બનાવીને કારની ડેકીની તલાશી લેતા તેમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને નશામાં ધૂત PSI ભરત પંડ્યા તેમજ તેમની કારને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરત પંડ્યા અગાઉ જ્યારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યારે પણ નશાની હાલતમાં વાહન ચલાવીને લારીઓ ઊંધી વાળી દેવાના આક્ષેપો સાથે તેનો વીડિયો વાઈરલ થયો હતો. તેમની બીટમાં ફરજ બજાવતા એક ટીઆરબી જવાને રિપોર્ટ કરવા બાબતે તેમને માર મારવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે પીએસઆઈ સામે ફરિયાદ પણ નોંધાવી હતી. Previous Post Next Post