અનિલ અંબાણી ગ્રુપના બે ચાર્ટર્ડ વિમાન અને વિન્ડ મિલ સહિત રૂ. ૫૧૦ કરોડની સંપત્તિ જપ્ત

અનિલ અંબાણી ગ્રુપના બે ચાર્ટર્ડ વિમાન અને વિન્ડ મિલ સહિત રૂ. ૫૧૦ કરોડની સંપત્તિ જપ્ત

ન્યુ દિલ્હી/મુંબઈ,

મની લોન્ડરિંગ અને બેંક છેતરપિંડી કેસમાં ઇડીની મોટી કાર્યવાહી

ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અનિલ અંબાણી જૂથ સાથે સંકળાયેલી કંપનીઓની આશરે રૂ. ૫૧૦ કરોડની કિંમતની ચરાચર અને અચલ સંપત્તિઓ જપ્ત (અટેચ) કરવામાં આવી છે. ઈડી દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશન્સ કેસમાં રૂ. ૨૪૭.૧૨ કરોડની જ્યારે રિલાયન્સ હોમ ફાઇનાન્સ  અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સાથે જોડાયેલા કેસોમાં રૂ. ૨૬૩.૦૫ કરોડની સંપત્તિ એટેચ કરવામાં આવી છે. 

આ જપ્ત કરાયેલી સંપત્તિઓમાં બે ચાર્ટર્ડ વિમાનો (એમ્બ્રેયર લેગેસી ૬૫૦ અને ડસોલ્ટ ફાલ્કન ૨૦૦૦), મહારાષ્ટ્રમાં આવેલા જમીનના ૬ પ્લોટ અને એક ઓફિસ તેમજ તમિલનાડુમાં આવેલી બે વિન્ડ મિલ (પવનચક્કીઓ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેંક ખાતામાં રહેલી રકમ, ફિક્સ્ડ ડિપોઝિટ અને રોકાણો પણ જપ્ત કરાયા છે. આ તાજેતરની કાર્યવાહી સાથે જ અત્યાર સુધીમાં અનિલ અંબાણી જૂથ સામે કુલ રૂ. ૨૩,૧૦૦ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે.

You may also like

આંધ્રપ્રદેશમાં 'મુરાસુ' વાવાઝોડાથી ૩૫ ટ્રેનો રદ: હજારો લોકો આશ્રયસ્થાનોમાં ખસેડાયા

આંધ્રપ્રદેશમાં 'મુરાસુ' વાવાઝોડાથી ૩૫ ટ્રેનો રદ: હજારો લોકો આશ્રયસ્થાનોમાં ખસેડાયા

રશિયા-યુક્રેન યુદ્ધમાં મિસાઈલ અને ડ્રોનમારામાં ૩૧ નાગરિકોના મોત

રશિયા-યુક્રેન યુદ્ધમાં મિસાઈલ અને ડ્રોનમારામાં ૩૧ નાગરિકોના મોત

રોશની પર મોંઘવારીનું ગ્રહણ: ઇલેક્ટ્રિક લાઇટિંગમાં ૨૦%નો ભાવ વધારો

રોશની પર મોંઘવારીનું ગ્રહણ: ઇલેક્ટ્રિક લાઇટિંગમાં ૨૦%નો ભાવ વધારો

ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૩%નો વધારો

ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૩%નો વધારો