દિલ આકારના 'પુસા ટમેટા હાઇબ્રિડ 6'ની નવી જાતથી ખેડૂતો પર રૂપિયાનો વરસાદ થશે Oct 09, 2026 નવી દિલ્હી,રોગમુક્ત અને ઝડપી મબલખ ઉત્પાદન, ખરીફ અને રવિ સિઝનમાં ફાલ આવશે ટમેટાની સુધારેલી દિલ આકારનની જાત 'પુસા ટમેટા હાઇબ્રિડ 6' ટમેટાની ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે. ટમેટાની આ ઉત્તમ જાત ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન દ્વારા વિકસાવવામાં આવી છે. આ ટમેટાંની સંકર જાત છે. ટમેટાની આ જાતમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તે ઉચ્ચ ઉપજ આપવામાં પણ ટોચ પર છે.'પુસા ટમેટા હાઇબ્રિડ 6'ને ખાસ કરીને ચાર મુખ્ય રોગો સફેદ માખી, લેટ બ્લાઇટ ફૂગ, માટીમાં થતી ફૂગ અને બેક્ટેરિયા સામે આપોઆપ રક્ષણ આપે છે. 'પુસા ટમેટા હાઇબ્રિડ 6' જાતનું વાવેતર કરીને ખેડૂતો રાસાયણિક જંતુનાશકો અને ફૂગનાશકોની જરૂરિયાતને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. છોડ રોપ્યા પછી 130 થી 150 દિવસમાં પાકી જાય છે. આ ટમેટાં હૃદયના આકાર જેવા હોય છે અને તેનું વજન 80 થી 90 ગ્રામની વચ્ચે હોય છે અને તેની જાડી છાલ ટમેટાંને ઈજાથી પણ બચાવે છે.ખેડૂતો ખરીફ સિઝનમાં પ્રતિ હેક્ટર 900 ક્વિન્ટલ અને રવિ સિઝનમાં 600 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર સુધીનું ઉત્પાદન મેળવી શકે છે. આ હાઇબ્રિડ દ્વારા ઉત્પાદિત ટમેટાં વિટામિન સીથી સમૃદ્ધ હોય છે, જે 100 મિલી રસમાં 29 મિલિગ્રામ પ્રદાન કરે છે. આ જાતને ખાસ કરીને છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ખેતી માટે તૈયાર કરવામાં આવી છે. Previous Post Next Post