ત્રણ માસની તપાસ બાદ ટૂંક સમયમાં રિપોર્ટ થશે જાહેર; બેદરકારો સામે થશે સખ્ત કાર્યવાહી

ત્રણ માસની તપાસ બાદ ટૂંક સમયમાં રિપોર્ટ થશે જાહેર; બેદરકારો સામે થશે સખ્ત કાર્યવાહી

રાજકોટ,

જંગલેશ્વર ખર્ચકાંડ: દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે

રાજકોટના ચકચારી જંગલેશ્વર ડિમોલિશન અને ખર્ચકાંડ મામલે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી ઉચ્ચસ્તરીય તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આ મામલે તૈયાર કરવામાં આવેલો તપાસ રિપોર્ટ આગામી થોડા દિવસોમાં જ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે તેવી પ્રબળ સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન મશીનરી ભાડાં, ખાદ્ય સામગ્રી (ફૂડ બિલ) અને પાણીની વ્યવસ્થા પાછળ કરોડો રૂપિયાનો તોતિંગ ખર્ચ થતાં મોટો વિવાદ સર્જાયો હતો. આ સંદર્ભે પાલિકાના જનરલ બોર્ડમાં પણ ઉગ્ર ચર્ચાઓ થઈ હતી અને વહીવટી પારદર્શિતા સામે સવાલો ઉઠ્યા હતા.

આ સમગ્ર પ્રકરણમાં જે પણ અધિકારીઓ કે કર્મચારીઓની બેદરકારી અથવા ગેરરીતિ સામે આવશે, તેમની સામે મનપા અને ઉચ્ચ સ્તરેથી કડક શિસ્તભંગની પગલાં લેવામાં આવશે. આ રિપોર્ટ બહાર આવ્યા બાદ રાજકોટના રાજકારણમાં અને વહીવટી બેડામાં ભારે હલચલ મચવાની પૂરી શક્યતા છે.

You may also like

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

MLC ચૂંટણીમાં  મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો

MLC ચૂંટણીમાં મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો

બનાસકાંઠાથી મોદી પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલિઝ કરશે

બનાસકાંઠાથી મોદી પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલિઝ કરશે