માસાંતે સિઝનનું પહેલું વાવાઝોડું બંગાળની ખાડીમાં આકાર લેવાની સંભાવના Sep 17, 2026 નવી દિલ્હી ,ગુજરાતમાંથી 22 સપ્ટેમ્બરથી નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન પ્રમાણે, આગામી 18-19 સપ્ટેમ્બરથી દેશમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થવાની અને ગુજરાતમાંથી 20-22 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થઇ શકે છે. આ સાથે જ તેમનું માનવું છે કે, સપ્ટેમ્બર મહિનાના અંતમાં સિઝનનું પહેલું વાવાઝોડું પણ સર્જાઇ શકે છે.બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમના લીધે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ચાર-પાંચ દિવસથી ચાલી રહેલો વરસાદી રાઉન્ડ આ ચોમાસાની સિઝનનો છેલ્લો શો હોવાનું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન પ્રમાણે, આગામી 18-19 સપ્ટેમ્બરથી દેશમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થવાની અને ગુજરાતમાંથી 20-22 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થઇ શકે છે. આ સાથે જ તેમનું માનવું છે કે, સપ્ટેમ્બર મહિનાના અંતમાં સિઝનનું પહેલું વાવાઝોડું પણ સર્જાઇ શકે છે.હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના જણાવ્યા અનુસાર, 20-22 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર એરિયા બનશે. તેની સારી સંભાવના છે કે તે ડીપ્રેશન અથવા ડીપ ડીપ્રેશન સુધી જાય. જો પરિસ્થિતિ અનુકૂળ રહી તો સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં સિઝનનું પહેલું વાવાઝોડું આપણે બંગાળની ખાડીમાં જોઇશું. ત્યાં સુધી ગુજરાત અને રાજસ્થાન પર ચોમાસાની વિદાયનું એન્ટી સાયક્લોન વધુ મજબૂત થઇ જશે. મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઇ ચૂકી હશે. Previous Post Next Post