ગુરુગ્રામના દ્વારકા એક્સપ્રેસ વે પર ચાર શ્રમિકોને કારે કચડાયા: બેના મોત, બે ગંભીર

ગુરુગ્રામના દ્વારકા એક્સપ્રેસ વે પર ચાર શ્રમિકોને કારે કચડાયા: બેના મોત, બે ગંભીર

સુરક્ષા માટે રેલીંગ ફિટ કરી રહેલા મજૂરો જ દુર્ઘટનાનો ભોગ બન્યા

ગુરુગ્રામના દ્વારકા એક્સપ્રેસવે પર આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શ્રીરામ ચોક પાસે ફ્લાયઓવર પર રિપેરિંગનું કામ કરી રહેલા ચાર મજૂરોને એક પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે મજૂરો અને કારમાં સવાર દંપતીને ઈજા પહોંચી હતી.

દ્વારકા એક્સપ્રેસવે પર શ્રીરામ ચોક નજીક ડિવાઇડરને વધુ સુરક્ષિત બનાવવા માટે લોખંડની ગ્રિલ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું. રાત્રિના સમયે ચાર મજૂરો આ કામગીરીમાં જોડાયેલા હતા. બે મજૂરો ગ્રિલને ડિવાઇડર પર પકડીને ઊભા હતા, જ્યારે અન્ય બે તેને ફિટ કરવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી તરફથી આવેલી એક ઝડપી કાર સીધી કામ કરી રહેલા મજૂરો તરફ ધસી આવી હતી. 

અન્ય બે મજૂરોએ કારને પોતાની તરફ આવતી જોઈને બચવા માટે એક્સપ્રેસવેની વચ્ચે આવેલી ગ્રીન બેલ્ટ તરફ કૂદકો માર્યો હતો. જોકે,  કાર ગ્રીન બેલ્ટમાં પણ ઘૂસી ગઈ હતી અને ત્યાં પહોંચેલા બંને મજૂરો પણ તેની અડફેટે આવી ગયા હતા. અકસ્મતમાં કારમાં સવાર પતિ-પત્નીને પણ ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને મજૂરો મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહરના રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, રાત્રિના અંધકાર અને કામના સ્થળે પૂરતી રોશની તથા સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

You may also like

કોટેચા ચોક જીતુ વાઘાણીએ જાતે ગાંઠિયા-મરચા તળ્યા

કોટેચા ચોક જીતુ વાઘાણીએ જાતે ગાંઠિયા-મરચા તળ્યા

અમરેલી અને ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

અમરેલી અને ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

દુષ્કર્મના આરોપીને સાબરમતી જેલ મોકલવાના બદલે પલાયન કરાવ્યો

દુષ્કર્મના આરોપીને સાબરમતી જેલ મોકલવાના બદલે પલાયન કરાવ્યો

રાજકોટમાં લોખંડી પુરુષની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે 'રન ફોર યુનિટી' યોજાઈ

રાજકોટમાં લોખંડી પુરુષની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે 'રન ફોર યુનિટી' યોજાઈ