રાજકોટમાં 93 ધંધાર્થીઓ પર ફૂડ શાખા ત્રાટકી: 115 કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કરાયો

રાજકોટમાં 93 ધંધાર્થીઓ પર ફૂડ શાખા ત્રાટકી: 115 કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કરાયો

રાજકોટ ,

સિવિલ હોસ્પિટલની કેન્ટિંગમાંથી અલગ-અલગ 6 નમૂના લેવાયા

રાજકોટ મનપાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ૯૩ જેટલા ખાદ્ય ધંધાર્થીઓને ત્યાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ૧૧૫ કિલો જેટલો વાસી અને અખાદ્ય ખોરાક મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ખાદ્ય સ્વચ્છતા અંગેની ક્ષતિઓ બદલ સંબંધિત ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ.૨૭ હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

રાજકોટ સિવિલની કેન્ટીનમાં ચેકિંગ દરમિયાન ૬ ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. શહેરના વિવિધ પંજાબી, ચાઈનીઝ તેમજ પિઝા સેન્ટરોમાં તપાસ દરમિયાન કેટલાક સ્થળોએ વાસી શાકભાજી, ખરાબ લોટ અને વાસી નૂડલ્સ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય શાખાએ આવા અખાદ્ય જથ્થાને જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્થળની સ્વચ્છતામાં ખામી બદલ વેપારીઓ સામે વહીવટી કાર્યવાહી કરવામાં આવી હતી.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન