એઈમ્સની કેન્ટીનમાં દૂષિત પાણીથી બનતું હતું ભોજન, અનાજમાંથી મળ્યા વંદા

એઈમ્સની કેન્ટીનમાં દૂષિત પાણીથી બનતું હતું ભોજન, અનાજમાંથી મળ્યા વંદા

રાજકોટ,

તબીબો અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં: કેન્ટીનનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
 

દેશની જાણીતી તબીબી સંસ્થાઓમાં ગણના પામતી એઈમ્સ રાજકોટ એઈમ્સની કેન્ટીનમાંથી ગંભીર બેદરકારી અને ખાદ્ય સુરક્ષાના નિયમોના સરેઆમ ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. અહીં કેન્ટીનમાં રસોઈ બનાવવા માટે શુદ્ધ પાણીને બદલે દૂષિત પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આટલું જ નહીં, રસોડામાં રાખવામાં આવેલા અનાજ અને ખાદ્ય સામગ્રીમાંથી વંદા તેમજ જીવાતો મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.

સંસ્થાનમાં સારવાર લેતા દર્દીઓ અને ત્યાં ફરજ બજાતા તબીબો તથા કર્મચારીઓના આરોગ્ય સાથે ચેડાં કરતી આ બાબત સામે આવતાની સાથે જ સત્તાવાળાઓ અને ફૂડ સેફ્ટી વિભાગ હરકતમાં આવી ગયા હતા. તપાસ દરમિયાન કેન્ટીન પરિસરમાં ભારે ગંદકી, ખોરાક સંગ્રહ કરવાની અયોગ્ય પદ્ધતિઓ અને સ્વચ્છતાના નિયમોની ધજાગિયા ઉડતી જોવા મળી હતી.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ફૂડ સેફ્ટી અને ડ્રગ ઓથોરિટી દ્વારા એઈમ્સની સંબંધિત કેન્ટીનનું લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી હોસ્પિટલ અને સંસ્થાઓમાં ચાલતી કેન્ટીનોમાં ફૂડ સેફ્ટીના ધોરણો સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે, સાથે જ સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

ઇનોવેટિવ સ્કૂલની કેન્ટીનનું લાઈસન્સ સસ્પેન્ડ, મારવાડી, દર્શન યુનિ.ને નોટિસ

રાજકોટ  એઈમ્સ સહિત જિલ્લાના 11 સ્થળો પર ફૂડ વિભાગ દ્વાર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ (ગોંડલ), ગેલેક્સી પ્રાઇમ હોસ્ટેલ (બેડી), મારવાડી યુનિવર્સિટી, દર્શન યુનિવર્સિટી, ઇનોવેટિવ સ્કૂલ, તરઘડી ફાર્મસી કોલેજનો સમાવેશ થાય છે.

ઈશ્વરિયાની ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ કેન્ટીનને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ બંને કેન્ટીનના સ્થળો પર ગંભીર અસ્વચ્છતા અને અનહાઈજેનિક પરિસ્થિતિ જોવા મળી હતી. ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલની કેન્ટીનમાં કરોળિયાના જાળાં, ગંદી બેઠક વ્યવસ્થા અને ગ્લોવ્ઝ વગર કામ કરતાં રસોયા જોવા મળ્યા હતા. આ સિવાય દર્શન યુનિવર્સિટી (સોમુ કાફે) અને મારવાડી યુનિવર્સિટી (મોહની કેટરર્સ)ને નોટિસ ફટકારવામાં આવી છે. 15 દિવસમાં સુધારા અંગેની બીજી નોટિસ ફટકારવામાં આવશે. આ બાદ સ્વચ્છતા કે સુધારો જોવા નહીં મળે તો લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.

You may also like

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ

મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ

ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી